ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે આજે યોજાનારા વિરાટ સનાતની સંમેલનમાં જવાબદારોની ધરપકડની માંગ કરવામાં આવશે

0

જૂનાગઢ નજીક ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય મંદિરમાં થયેલા હિચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ સંતો તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાનના સેવકગણમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે અને જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગણી સાથે આજે ભારતી આશ્રમ ખાતે એક સનાતની સંમેલન પણ યોજવામાં આવી રહેલ છે. તેમજ આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
આ અંગે મળતી વિગત અનુસાર, ગિરનાર ઉપર દત્ત શિખર ઉપર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અને ચરણ પાદુકાને ખંડીત કરવાના બનાવ અંગે ગઈકાલે મોડી સાંજે પોલીસે મહારાષ્ટ્રના બે મહિલા સહિત સાત સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ દત્ત શિખર ઉપર હુમલા મામલે આજે ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમ ખાતે સાંજના ૪ વાગ્યે સંતો-મહંતો, દત્ત ઉપાસકોનું વિશાળ સનાતની સંમેલન યોજવામાં આવી રહેલ છે અને આ સંમેલન પુર્વે ગિરનાર દરવાજાથી વિશાળ બાઈક રેલી નીકળશે અને જેમાં સનાતની સંસ્થાઓ સાથે દામોદર કુંડના તીર્થગોરો પણ જાેડાશે તેમ જાણવા મળે છે. વધુમાં શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર તથા મહંત શ્રી મહેશગીરીબાપુએ જણાવ્યું હતું કે, આજે ભારતી આશ્રમ ખાતે સનાતની સંમેલન યોજવામાં આવી રહેલ છે અને આ કાર્યક્રમ જાહેર કર્યા મુજબ યથાવત જ રહ્યો છે. ઉપરાંત દત્ત શિખર ઉપર હુમલા મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવાની જે કાર્યવાહી કરી છે તે અંગે પ્રશાસન તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવશે. ઉપરાંત અમારી જે માંગણી છે જેમ કે જવાબદારોની તાત્કાલીક અસરથી ધરપકડ કરવી તેમજ તેમના દ્વારા વિડીયો અને જાહેરમાં માફી માંગવામાં આવે અને તે લોકોને દત્ત શિખર ઉપર પ્રવેશબંધી કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવશે.

error: Content is protected !!