ટપકેશ્વર મહાદેવ આશ્રમ ખાતે બારપહોર પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ

0

જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા આરસ ડુંગર પાટણ નજીક અંધરીયાનો નેસ ખાતે ટપકેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. જયાં રામદેવપીર મહારાજના બારપહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૩૧-૧૦-ર૦ર૩ના મંગળવારે કુંભ સ્થાપન કરવામાં આવેલ હતું અને આવતીકાલ તા.૭-૧૧-ર૦ર૩ના જયોત પ્રાગટયનું આયોજન છે. ગુરૂ મહારાજ શ્રી કમલગીરી બાપુના આર્શીવાદ સાથે મહંત શ્રી નંદગીરી બાપુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે. તા.૭-૧૧-ર૦ર૩થી તા.૮-૧૧-ર૦ર૩ દરમ્યાન પ્રસાદીનું પણ આયોજન છે અને તા.૮-૧૧-ર૦ર૩ રાત્રે ૮ કલાકથી સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને ભાવિકોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

error: Content is protected !!