જૂનાગઢમાં રૂા.ર૦ હજારની લુંટ અંગે ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહી દુધની દુકાનની પાસે બનેલા બનાવ અંગે મુદશીર ફારૂકભાઈ તાલબ(ઉ.વ.ર૩) રહે. હર્ષદનગર વાળાએ અયાન ઉર્ફે પાચીયો, સાહિલ ઉર્ફે મીની, સોહિલો, સમીજ ઉર્ફે ભાવનગરી સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના પાસે આ કામના ફરીયાદી આરોપીઓ અગાઉ ત્રણવાર રૂપિયા પાંચ પાંચ હજાર ધમકાવી બીવરાવી લઈ ગયેલ હોય અને ગઈકાલે પૈસાની માંગણી કરતા ફરિયાદીએ ના પાડતા સાહેદ તથા ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી લોખંડના પાઈપ વતી માર મારી તથા ફરિયાદીના ખીસ્સામાં રહેલા રૂા.ર૦,૦૦૦ લુંટ કરી એકબીજાએ મદદગારી કરી જીલ્લા મેજી. જૂનાગઢના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૯૪, ૩૮૪, ૩ર૪, ર૯૪(ખ), ૧૪૪, જીપી એકટ કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
જૂનાગઢ : પેટ્રોલપંપમાં કામ કરતા કર્મચારી ઉપર હુમલો : આઠ સામે ફરિયાદ
જૂનાગઢના ઝાંઝરડા ચોકડીથી આગળ ડી માર્ટ મોલ પાસે આવેલ જયદેવ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારી ઉપર હુમલાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, મહમદહુસેન મનસુરભાઈ ભટ્ટી રહે.ગોરીપીરની દરગાહ પાસે, જીવનજયોત એપાર્ટમેન્ટ, બ્લોક નં-એચ/૭, ઝાંઝરડા રોડ જૂનાગઢ વાળાએ કરશનભાઈ ગલાભાઈ મોરી રહે.ગાંધીગ્રામ, ભાવિનભાઈ ખોડાભાઈ બઢ રહે.સરગવાડા, લાખો રબારી રહે.કોયલી, સુનિલ લાખાભાઈ ભારાઈ, રમેશ ઉર્ફે રોકી લાખાભાઈ ભારાઈ, લખન મેરૂભાઈ ચાવડા રબારી, એભા મેરૂભાઈ ચાવડા, વિપુલ બધાભાઈ ભારાઈ રહે. તમામ જૂનાગઢવાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદ પેટ્રોલપંપ ઉપર તેમની નોકરી ઉપર હતા દરમ્યાન જણાવેલ આરોપીઓ ત્યાં આવી ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ આ કામેના ફરિયાદીને આરોપી ભાવીનભાઈ ખોડાભાઈ બઢ રબારી રહે.સરગવાડા વાળાએ લોખંડનો પાઈપ માથાના પાછળના ભાગે મારી ઈજા કરી તેમજ જમણા પગના ઘુંટણથી નીચના ભાગે મારી ઈજાઓ કરી લોહી કાઢી તેમજ આરોપી લાખા રબારી રહે.કોયલી વાળાએ ફરિયાદી તેમજ ફરિયાદીના ભાઈ સાહેદ મકબુલ ભટ્ટી ઉપર ઉમલો કરી શરીરે આડેધડ મુંઢ માર મારી તેમજ તેમની સાથેના અન્ય આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી તેમજ સાહેદને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી આરોપીઓ પોતાના વાહન સફેદ કલરની ફોરવ્હીલ ગાડી નં.જીજે-૧૧-એએસ-૦૦ર૧ તથા ફોરવ્હીલ નં.જીજે-૧૧-સીએચ-૧૧૦૦ તથા ફોરવ્હીલ નં.જીજે-૦૩-એમએચ-૯૮ વાળીમાં બેસી નાશી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૪, ૩ર૩, ર૯૪(ખ), જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
જૂનાગઢમાં ક્રિકેટની રમત ઉપર જુગાર રમાડતા એકની ધરપકડ
જૂનાગઢમાં દોલતપરા માર્કેટીંગ યાર્ડ રોડ ડિલકસ પાન પાસે બનેલા એક બનાવમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેલ લખમણભાઈ ભાયાભાઈએ સુરેશ ઉર્ફે જયદિપ જયસુખભાઈ ફલીયા(ઉ.વ.ર૬) મહેશવરી સોસાયટી, દોલતપરા વાળા વિરૂધ્ધ જાતે ફરીયાદી બની અને એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાના મો. ફોનમાં ગુગલ ક્રોમમાં બીટર૪૭.કોમ નામની તથા પરીમેચ.બેટ.ઈન નામની આઈડીનો ઉપયોગ કરી યુઝર નેમ પાસવર્ડ મેળવી ક્રિકેટ તથા કસીનોની અલગ-અલગ ગેમ ઉપર સોદા કરી નાણાંકીય હારજીત કરી ઓનલાઈન મો. ફોન મારફતે જુગાર રમી મો. ફોન કિ.રૂા.પ૦૦૦ તથા રોકડ રૂપીયા ૧૬૦૦ મળી કુલ રૂા.૬૬૦૦ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો દાખલ કરેલ છે. એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
જૂનાગઢ : ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
જાેષીપરાના ખલીલપુર રોડ ઉપર રહેતા જીજ્ઞેશ ઉર્ફે જીગો ધીરજલાલ અભાણી(ઉ.વ.૩પ)ને મનમાં કંઈક લાગી આવતા પોતે પોતાની મેળે દુકાનનું શટર બંધ કરી છત ઉપર લાગેલ દોરડા વડે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.