ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ ખાતે બીરાજમાન રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શન કરી ધન્યતા અનુભવી

0

ગત શનિવાર તા.૪-૧૧-૨૩ના રોજ જૂનાગઢ બીરાજમાન રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શન વંદન કરવા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી તથા સરકારના અન્ય વિભાગો સંભાળતા જૈન સમાજના પનોતા પુત્ર રત્ન હર્ષભાઈ સંઘવીનું આગમન થયેલ હતું. રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સાથે અનેક બાબતો ઉપર વિચાર વિમર્શ કરી હર્ષભાઈ સંઘવીએ માર્ગદર્શન પ્રાપ્ત કરેલ હતો. ચરમ એવમ્‌ પરમ તીર્થકર પરમાત્મા મહાવીર સ્વામીના ૨૫૫૦માં નિર્વાણ મહોત્સવ અવસરે ભારત સરકાર અનેક આયોજન કરેલ છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ ભવ્યાતિ ભવ્ય રીતે વિશેષ આયોજન કરે તે બાબત હર્ષભાઈ સંઘવી સાથે ચર્ચા થયેલ હતી. જૈન સમાજના અગ્રણી શ્રી દામાણી , શ્રી સંઘવી તથા યતિનભાઈ કોટેચાએ ગૃહ મંત્રીને સંઘ રત્ન ખેસ પહેરાવી તથા શાલ અર્પણ કરી વિશિષ્ટ અભિવાદન કરેલ તેમ જૂનાગઢ પારસધામની એક યાદિમાં જણાવાયું છે.

error: Content is protected !!