જૂનાગઢમાં સીએસી કોમ્પ્યુટર ઓનલાઈન ઓફીસનો પ્રારંભ

0

સમસ્ત સુન્ની સંધી મુસ્લિમ યુવા સમાજ જૂનાગઢ જીલ્લા તરફથી જુનાગઢ શહેરમાં ખ્વાજાનગર તથા સંધી પરા વિસ્તારમાં સીએસી કોમ્પ્યુટર ઓનલાઈન ઓફીસનું ઉદઘાટન જનાબ સૈયદ સાદાત મુનાબાપુ તથા મસ્જીદના ઈમામ સૈયદ સાદાત જનાબ મટારી બાપુના મુબારક હાથે થી સીએસી કોમ્પ્યુટર ઓનલાઈન ઓફીસનું રીબીન કાંપીને કરવા આવ્યું હતું અને ઉદઘાટન પ્રસંગે સમાજના આગેવાનો જનાબ તૈયબભાઈ સેતા, જાફરભાઈ સેતા, મુનાબાપુ દાતાર દરગાહના ગાદીનશીન, સીપીએમના આગેવાન બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ હાલેપોત્રા, મટારીબાપુ, કારાભાઈ ચકુભાઈ ઠેબા, સમાજના પ્રમુખ આમીનભાઈ મહંમદભાઇ સીડા, હબીબભાઈ સાંધ, ઈબ્રાહિમભાઈ સમા, મહંમદભાઇ સીડા, એરિયા પ્રમુખ સમીર તૈયબ ભાઈ સમા, મુસાભાઈ વિસળ, સરફરાઝભાઈ જુણેજા, નુરભાઈ ઠેબા, મહમદભાઈ ઠેબા, હારૂનભાઈ આમદભાઈ સમા, અમીન ઈબ્રાહિમભાઈ હીગોરજા, તૈયબભાઈ સમા, સદામ જાેખીયા, યુનુસ ઈબ્રાહિમભાઈ સમા, અયાઝ ખેભર, આદિલ સમા સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત સુન્ની સંધી મુસ્લિમ યુવા સમાજ જૂનાગઢ જીલ્લાના કાર્યકર્તા હાજી હાજીભાઇ ઠેબાએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!