જૂનાગઢમાં બાઈક અડાડી દેતા છરી વડે હુમલો

0

જૂનાગઢમાં બાઈક અડાડી દેવાના બનાવમાં છરી વડે હુમલો થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર દાણાપીઠ સોસાયટીની ત્રીજી શેરીમાં બનેલા બનાવ અંગે સુજલભાઈ પરેશભાઈ ઉર્ફે પરબતભાઈ કોડીયાતર(ઉ.વ.ર૦) રહે.આકાશગંગા-ર સોસાયટી, મધુરમ, જૂનાગઢ વાળાએ ર૦ થી રપ વર્ષના અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ ફરિયાદીના મિત્ર નિર્મલના બાઈક સાથે પોતાનું બાઈક અડાડી દેતા બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી આરોપીએ બીજી વખત જૂનાગઢમાં દાણાપીઠ સોસાયટી શેરી નં-૩માં ફરિયાદી તથા તેના મિત્ર નિર્મલને જાહેરમાં ગાળો બોલી ફરિયાદીને શરીરમાં બંગલના નીચેના ભાગે છરીનો એક ઘા મારી જીલ્લા મેજી. જૂનાગઢના બહાર પાડેલા હથિયારબંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેંદપરાથી ખારચીયા વાંકુના ગામ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યું
ભેંસાણ તાલુકાના ખારચીયા વાંકુના ગામથી મેંદપરા ગામ વચ્ચે ગાડી સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર નવઘણભાઈ પરબતભાઈ સોલંકી(ઉ.વ.૩૦) રહે.મેંદપરા વાળા પોતાની મોટરસાઈકલ નંબર જીજે-૧૧-પી-૮૭૭ર લઈને મેંદપરા આવતા હતા તે દરમ્યાન મેંદપરા ગામથી ખારચીયા વાકુના ગામ વચ્ચે રસ્તામાં ગાડી સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાતા તેઓને ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
જૂનાગઢના જાેષીપરા, ઓઘડનગર, મહાદેવ પાનવાળી શેરીમાં રહેતા રામાભાઈ નેભાભાઈ પરમાર(ઉ.વ.ર૩)એ પોતાના ઘરે પોતાની મેળે રૂમમાં પંખાની સાથે સુતરની દોરી બાંધી જેનો ગળે ગાળીયો કસી ગળાફાંસો ખાઈ લેતા જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પીતા મૃત્યું
ભેંસાણના ખંભાળીયા ગામના અશોકભાઈ અરજણભાઈ હરખાણી(ઉ.વ.૪૪)ને કીડની-લીવરની બિમારી હોય અને અગાઉ પગમાં કેન્સરની ગાંઠ હોય જેનું ઓપરેશન કરાવેલ હોય તેની બિમારીના દુઃખાવાના કારણે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!