સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી કોઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. દ્વારા સોસાયટી ના રૂદ્રમુખી હનુમાન મંદિર પરિસરમાં રાસ ગરબા હરિફાઈનું સુંદર આયોજન મુખ્ય મહેમાન સિઝન સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલકાબેન વોરાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ. જેમાં સોસાયટીના દરેક પરિવારે ઉત્સાહથી ભાગ લીધેલ.
આ હરિફાઈમાં ૧૫ વર્ષથી નાની ઉંમરમાં જુનિયરમાં પ્રથમ નંબરે ઓમ મિતેશભાઈ સોલંકી, દ્વિતિય નંબરે રુદ્રરાજ સુમિતસિંહ પરમાર તેમજ કેશવા જીગ્નેશભાઈ પરસાણિયા તેમજ તૃતીય નંબરે મલાર સુજીતભાઈ નાયર વિજેતા થયેલ. દરેક બાળ-સ્પર્ધકોએ સુંદર રાસ લઈ અને નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ. જ્યારે બીજા ગ્રુપમાં ૧૫ વર્ષ થી મોટી વયના સ્પર્ધકોમાં પ્રથમ નંબરે હર્ષ યોગેશભાઇ જાેશી, દ્વિતિય નંબરે એલન સજી અને તૃતીય નંબરે આશી સજી તેમજ ધાર્મિ મહેન્દ્રભાઈ ભલાણીએ ઈનામ મેળવેલ તેમજ ખૂબજ સરસ રાસ ની રમઝટ બોલાવી. સિનિયર કેટેગરી માં પ્રથમ, દ્વિતીય , તેમજ તૃતીય માટે બે સ્પર્ધકોએ રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરી પ્રેક્ષકો ને ખૂબ જ આનંદવિભોર કરેલ.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રોહિતસિંહ ડોડિયા, સીઝન સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલકાબેન વોરા, ડો. ઋચીબેન વસાવડા, વિશાખાબેન બલ્દાણીયા, તૃપ્તિબેન વ્યાસ તેમજ સોસાયટીના વરિષ્ઠ સભ્યોને હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માટે વાલજી નથવાણી એન્ડ સન્સના ( વી. એન. એસ. ) માલિક બકુલભાઈ નથવાણી અને કાશ્મીરાબેન બકુલભાઈ નથવાણી, સીઝન સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ જાેશી, ટ્રસ્ટી અલકાબેન વોરા, ડો. અનામિક શાહ તેમજ ડી – જ્વેલના માલિક જયેશભાઈ સોની અને દિપાબેન સોની તેમજ ગુજરાત હાઇકોર્ટના અગ્રણી એડવોકેટ મિહિરભાઈ ત્રિવેદી દ્વારા તમામ સ્પર્ધકોને ઉપયોગી થાય તેવા ઈનામો આપવામાં આવેલ હતા. આ ઉપરાંત વિજેતાઓને રોકડ ઇનામ પણ આપવામા આવ્યા હતા.. ગરબા સ્પર્ધાની આ યાદગાર ઇવેન્ટને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, સહમંત્રી અજયસિંહ પરમાંર , સહમંત્રી રમેશ સભાયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટેલ, શ્રી ડી.પી. ત્રિવેદી, જીતેશ પંડિત, કૈલેશકુમાર તન્ના, મૌલિકસિંહ ભટ્ટી, તેમજ સોસાયટીના કલ્ચરલ ફોરમ ના સભ્યો ડો. સેજલબેન ભટ્ટ, માર્ગીબેન રોહિતસિંહ ડોડિયા , ડો. સ્વાતિબેન જાેશી, ઋચાબેન દિવ્યેશભાઈ કગથરા, તેમજ ડૉ. પૂજાબેન જીગ્નેશભાઈ પરસાણીયા, શ્રીમતી મીરાબેન ધૈવતભાઇ સોલંકી તથા શ્રી યોગેશભાઇ જાેશી અને સુમિતસિહ એ. પરમાર દ્વારા જહેમત ઊઠાવી સુંદર આયોજન કરી આ ગરબા સ્પર્ધા સફળ બનાવેલ.ગરબા સ્પર્ધા માં ડો. ઋચિબેન વસાવડા, તૃપ્તિબેન વ્યાસ તેમજ વિશાખાબેન બલદાણીયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. તમામ નિર્ણાયકશ્રીનું આયોજકો દ્વારા પુસ્તક અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.