રાજયના જિલ્લા મથકોએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ થયું, કાળીચૌદશ દિવસ અશુભ નથી : જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ

0

શનિવારે સ્મશાનની મુલાકાત લેવા જાગૃતોને જાથાની અપીલ : વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણથી દેશની પ્રગતિ થશે : સદીઓ જુની અંધમાન્યતાને ફગાવીએ : જયંત પંડયા

શનિવાર તા.૧૧મીએ દેશભરમાં કાળીચૌદશની ઉજવણી કરવા જાગૃતો થનગની રહ્યા છે. સ્મશાનની મુલાકાત કરી દ્રઢ મનોબળ કેળવવાની જરૂર છે. રાજયમાં જિલ્લા મથકોએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદીઓ જુની અંધમાન્યતાને ફગાવી દિપાવલી પર્વ ઉજવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરે જનજાગૃતિ પત્રિકા વિતરણમાં પ્રચાર-પ્રસારને ટેકો આપી અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. કુદરત-પ્રાકૃતિક નિયમ અનુસાર ૩૬પ દિવસ શુભ છે. અશુભ દિવસની માન્યતા જ ખોટી છે. સકારાત્મક વિચારોથી માનવીને ફાયદો થાય છે. રાષ્ટ્રની ઉન્નતિમાં ભાગીદાર થઈ દિપાવલી પર્વ ઉજવીએ તેવી શુભકામના પાઠવી હતી. વિજ્ઞાન જાથા સતત કામ કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. આજી ડેમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એલ. એલ. ચાવડાએ પોતાના વિસ્તારમાં જાથાની અંધશ્રદ્ધા સામે જાગૃતિ પત્રિકા વિતરણને ટેકો આપતા માનવીને પોતાના અહંકાર, પૂર્વગ્રહો જ નડે છે. કાળીચૌદશની ઉજવણીમાં ભાગ લેવો કર્તવ્ય બની જાય છે. રાષ્ટ્રની પ્નગતિમાં ભાગીદાર થવું જાેઈએ. મહિકા ગામમાં કાયદો વ્યવસ્થાની ખાસ તકેદારી રાખવામાં આવશે. નાગરિક ધર્મને અનુસરવું જાેઈએ. જાથાના રાજય-ચેરમેન જયંત પંડયાએ રાજયના ૩૩ જિલ્લા મથકોએ કાર્યકરો-શુભેચ્છકોની મદદથી જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદીઓથી કાળીચૌદશે ચાર ચોકમાં કુંડાળા કરી ખાદ્ય અનાજ મુકવાથી કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે નૂતન અભિગમને પ્રાધાન્ય આપવું જાેઈએ. ગેરમાન્યતા, કુરિવાજાે, કુપ્રથાને ફગાવી વિજ્ઞાન દ્રષ્ટિકોણ અપનાવવા હાકલ કરવાાં આવી હતી. રાજયમાં ગામે-ગામ જાગૃતો કાળીચૌદશે સ્મશાનની મુલાકાત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિકા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ મોલીયાએ સ્મશાનને શણગારવાની તૈયરી સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે. ગામમાં અનેરો ઉત્સાહ છે. મેલીવિદ્યાની નનામીના ભયને બાળીને ભસ્મ કરવામાં આવશે. શનિવારે રાત્રે સ્મશાનમાં હાજરી આપવા ગ્રામજનોને અપીલ કરી હતી.

error: Content is protected !!