મન કી બાત- ૧.૦ના ગુજરાતી પુસ્તકનું વિમોચન

0

Unstoppable India Foundation દ્વારા તૈયાર કરેલ “મન કી બાત- ૧.૦” પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરવામાં હતું. “મન કી બાત ૧.૦” પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતાં રહ્યાં છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ” થકી જનતા જનાર્દન સાથે સંવાદ સાધીને રાજ્યની જનતા સાથે જાેડાઈ રહ્યાં. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તુરંત જ તેમણે પ્રધાનસેવક તરીકે દેશની જનતા સાથે સંવાદ દ્વારા લોકતંત્રને મજબૂત અને ઉજ્જવળ બનાવવા “મન કી બાત” નામથી રેડિયો વાર્તાલાપ શરૂ કરી, આકાશવાણીના માધ્યમથી તેમની વાત કરોડો દેશવાસીઓના મનની વાત બની ગઈ છે. વધુમાં Unstoppable India Foundationના ચેરમેન મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે, “મન કી બાત ૧,૦” સ્મૃતિ સંગ્રહ અલગ-અલગ વિષયો, શક્તિઓ, વ્યક્તિઓ અંગેના તેમના વિચારને સરળ ભાષા અને શૈલીમાં તૈયાર કરી છે. “મન કી બાત ૧.૦” સ્મૃતિ સંગ્રહ કોઈ પુસ્તક નથી પણ સ્મૃતિઓનો સંગ્રહ છે જે વરસો વરસ સુધી આપણને સૌને, દેશ અને દુનિયાને પથ દર્શાવતો રહેશે, માર્ગદર્શિત કરાવતો રહેશે તેવી મને શ્રદ્ધા છે. આ પુસ્તક તૈયાર કરવા માટે પ્રવીણ દ્વારી – Director – Unstoppable India Foundation, મૌલિક આસોડિયા(Content Expert & Sr. Sub Editor) વાડીભાઈ જાેશી (Translator : Gujarati, Hindi, English, Marathi, Sanskrit), ડો. જશભાઈ પટેલ (Translator: Gujarati, Hindi), રાજેન સોની(Translator: Gujarati/English)નો મહત્વનો ફાળો રહ્યો છે.

error: Content is protected !!