જૂનાગઢમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સ્નેહમિલન યોજાશે

0

જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે નૂતન વર્ષ નિમિતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તા.૧૪-૧૧-ર૦ર૩ મંગળવારે સવારે ૧૦ થી ૧ર દરમ્યાન હિન્દુ-મુસ્લીમ કોમી એકતા અંતર્ગત નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સુખનાથ ચોક વિસ્તાર અને જૂનાગઢ શહેર હંમેશા કોમી એકતાની મશાલનું પ્રતિક રહ્યું છે અને તે પરંપરાની જાળવણી કરવા અને કોમી એકતાના ભાઈચારાની મશાલને જલતી રાખવા હિન્દુ-મુસ્લીમ બંને સમાજ એક જ છે અને એક જ રહેશે તેવા શુભ હેતુથી આ આયોજન કરવામાં આવેલ છે. શ્રી વાહબભાઈ કુરેશી, બટુકભાઈ મકવાણા અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણી, આગેવાનો, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ સુખનાથ ચોક, જૂનાગઢ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!