કેશોદ તાલુકાના નુનારડા ગામની સીમમાં વાડીમાંથી ૩ ઇસમો, ૩ મહિલા સહિત ૭ ૧ લાખ સાથે જુગાર રમતા ઝડપાયા

0

કેશોદ તાલુકાના નુનારડા ગામના મસરી જગમાલભાઈ રામ નામના ઇસમે ગામની સીમમાં આવેલ પોતાની વાડીના મકાનમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ જે. જે. પટેલના માર્ગદર્શનમાં એએસઆઇ પુંજાભાઈ ભારાઈ વગેરેએ રેઇડ પાડી હતી. આ કાર્યવાહીમાં એલસીબીએ પીપળી ગામના પરબત વિક્રમભાઈ રામ, જૂનાગઢના દિનેશ દોલતરામ મૂલચંદાણી-છાયાબજાર, લખન ભનુભાઈ પરમાર-ઝાંઝરડા રોડ, હમીરભાઈ ઉર્ફે નારણભાઈ ભારવાડીયા-પાદરીયા, શ્વેતાબેન પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ-જાેષીપરા, નયનાબેન દિનેશભાઈ સોલંકી-ટીંબાવાડી અને અનસુયાબેન પ્રકાશભાઈ ભલાણી-ટીંબાવાડીને રૂપિયા ૧,૦૪,૩૦૦ની રોકડ રકમ સાથે જુગાર ખેલતા ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત રૂપિયા ૧,૯૦૦ નાલના અને ૩૦,૦૦૦ના ૩ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૩૬,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!