જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજા ખાતે આવેલ આશારામ બાપુનો આશ્રમ કે જે સર્વે નંબર ૩૪ અને ૩૬ વાળી જગ્યામાં સપ્ટેમ્બર ૨૦૦૨માં અગાઉ ફળોનો ઇજારો હતો. દરમ્યાન જિલ્લા કલેકટરે આ ઇજારો રદ કરી જમીન ઉપર બનેલ આશ્રમનો કબ્જાે લેવા અને જમીન શ્રી સરકારના કબ્જે લેવા આદેશ કર્યો હતો. આ આદેશ સામે કબ્જેદાર દ્વારા સિવીલ કોર્ટમાં અપીલ દાખલ કરાઇ હતી અને સ્ટે(મનાઇ હુકમ) લેવાયો હતો. ત્યાર બાદ કેસ ચાલી જતા સિવીલ કોર્ટે પણ જિલ્લા કલેેકટર દ્વારા ૨૦૦૨માં કરેલા ઓર્ડરને માન્ય રાખ્યો હતો. બાદમાં મિલ્કત સરકાર હસ્તક લેવાની કામગીરી કરાઇ હતી. જાેકે, તંત્રની આ કામગીરી સામે કબ્જેદારે કોર્ટમાં અપીલ તેમજ મનાઇ હુકમની માંગણી કરી હતી. આ મુદ્દે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં મનાઈ હુકમ(સ્ટે)ની માંગણી ના મંજુર થઈ હતી. જેના પગલે મિલ્કતનો કબ્જાે લેવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પોલીસ બંદોબસ્ત સાથે આશારામ બાપુના આશ્રમને તંત્રએ સિલ મારી દીધું છે અને કબ્જાે લઈ લેવાયો છે.