ગુજરાત રાજયના પોલીસ દળમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટ(એએસઆઈ) કર્મચારીઓને પોલીસ સબ ઈન્સ્પેકટરમાં બઢતી આપવાના આદેશ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બઢતી માટેની કાર્યવાહી માટે અગાઉ એએસઆઈ દ્વારા પરીક્ષાઓ આપવામાં આવી હતી અને આ પરીક્ષાનું પરિણામ જાહેર થતા રાજયના ૬ર૧ એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવા આવનાર છે. જેમાં જૂનાગઢ જીલ્લામાં પોલીસ તંત્રમાં ફરજ બજાવતા એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવશે. જેમાં જૂનાગઢ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ડવ મહેશભાઈ રામભાઈ, જાડેજા સજનબા હનુજી, રાઠોડ રેખાબેન વજુભાઈ, ચુડાસમા રસીકબા રાજમલ, દેવરે સંજય મધુકરભાઈ, હુદડ ગીતાબા જેઠસુરભાઈ, ગઢવી સંજયકુમાર હિંમતદાન, ઝાલા ભરતસિંહ પ્રભાતજી, મુસાર નરેન્દ્રકુમાર સુદાભાઈ, વડારીયા શોભનાબેન દેવશીભાઈ, ધાનબાઈ દેવાભાઈ ડાંગર, જાેરા જયાબેન કાળાભાઈનો સમાવેશ થાય છે. પીએસઆઈ તરીકે બઢતી પામી રહેલા પોલીસ કર્મચારીઓને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.