આજે ૯મી નવેમ્બરનો દિવસ એ જૂનાગઢ માટે યાદગાર દિવસ છે ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જૂનાગઢ સાચા અર્થમાં આઝાદ થયું હતું અને એટલા માટે ૯મી નવેમ્બરના દિવસને જૂનાગઢના આઝાદ દિન તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢને આઝાદી અપાવવામાં ખાસ કરીને આરઝી હકુમતના લડવૈયાઓએ જે યોગદાન આપ્યું છે તે કયારેય ભુલી શકાય તેમ નથી અને તેઓની યાદ કાયમી ધોરણે જળવાઈ રહે આરઝી હકુમતના લડવૈયાઓએ આઝાદી માટેનો જે અનોખો ઈતિહાસ સર્જયો છે તે ઈતિહાસના અમર પૃષ્ઠ તરીકે કાયમી જળવાયેલો રહે તે માટે જૂનાગઢના આંગણે આરઝી હકુમતના લડવૈયાઓ માટે સ્મારક બનાવવાની માંગણી ઉઠવા પામી છે. ભારત દેશ જયારે ૧પમી ઓગષ્ટના દિવસે અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત થયું હતું ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકની પ્રજાને આઝાદી મેળવવા માટે જંગ ખેલવામાં આવ્યો હતો અને પ્રજાકીય ક્રાંતિનો એક નવો ઈતિહાસ સર્જાયો હતો જૂનાગઢને આઝાદી અપાવનારા આરઝી હકુમતના વિર સપૂતોના યોગદાનને કયારેય ભુલી શકાય તેમ નથી તે પણ એટલું જ સત્ય છે.
ભારત દેશ અંગ્રેજાેની ગુલામીમાં જકડાયેલું હતું અનેક ભારત માતાના વિર સપૂતોએ પોતાના બલિદાન આપ્યા છે અને રાષ્ટ્્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીજીએ અહિંસક આંદોલનનું રણશીંગુ ફુંકયું અને મિઠાના કાયદાનો સવિનય કાનુન ભંગ કરી અને હિન્દ છોડો ચળવળ હાથ ધરી સમગ્ર દેશ માતૃભૂમિને આઝાદી અપાવવા વિર સેનાનીઓએ ભારે યોગદાન આપ્યું હતું અને આખરે ૧પમી ઓગષ્ટ ૧૯૪૭નો દિવસ સમગ્ર દેશ માટે સોનાનો સુરજ લઈને ઉગ્યો હતો આ દિવસે ભારતને અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત કરવામાં આવ્યું હતું અને અંગ્રેજાે આ દેશમાંથી જતા રહ્યા હતા. એક તરફ ભારતમાં આઝાદીના અવસરને વધાવવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત રાજયનું મહત્વનું શહેર જૂનાગઢ અને સોરઠ પંથકના ભાગ્યમાં આઝાદીના ફળ જાેવા મળતા ન હતા સમગ્ર સોરઠ પંથક ભયંકર ચિંતામાં ગરકાવ થયું હતું. કારણ કે જૂનાગઢના તત્કાલીન નવાબે જૂનાગઢ રાજયને પાકિસ્તાન સાથે જાેડવાનો અવિચારી નિર્ણય લેવાના કારણે સોરઠ પંથક માટે જાણે વિજળી ત્રાટકી હોય તેવો માહોલ સર્જાયો હતો કાઠીયાવાડ રાજકીય પરિષદના આગેવાનો તેમજ મુંબઈ ખાતે વસવાટ કરતા આ પ્રદેશના માનવીઓ તેમજ જૂનાગઢનું જેઓને હૈયે હિત વસેલું હતું તેવા આગેવાનોની મુંબઈના માધવબાગ ખાતે એક સભા મળી હતી અને જૂનાગઢને પાકિસ્તાનની ચુંગલમાંથી મુકત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સાથે જ આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના અને ગુજરાતના પ્રથમ હરોળના જાહેર જીવનના અગ્રણીઓ અને સોરઠની પ્રજાએ જૂનાગઢને મુકત કરવા માટે હામ ભીડી હતી અને જૂનાગઢ અને સોરઠ પંથકમાં લોકક્રાંતિનો જુવાળ ઉઠયો હતો પ્રજાકીય ક્રાંતિ અમલમાં આવી હતી અને આરઝી હકુમતની સેના તૈયાર થઈ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ સાથે આરઝી હકુમતના સૈનિકોએ લડાઈ માટેનું રણશીંગુ ફુંકયુ અને પોતાના ઘર પરિવાર કે પોતાના જાનની પણ પરવા કર્યા વિના સોરઠની ખંતિલી પ્રજા અને જેને સાહસવીર સુરવીર ગણી શકાય તેવી આ પ્રજાએ આઝાદીનો એક અદભુત ઈતિહાસ રચ્યો હતો અને આરઝી હકુમતની વિવિધ સેનાઓએ નવાબી શાસન હકુમતના એક પછી એક ગામોને કબ્જે કરી અને આખરે જૂનાગઢ અને સોરઠ પંથક ઉપર આરઝી હકુમતની સેનાએ કબ્જાે મેળવ્યો હતો. દિવસો સુધીની ભારે જહેમત અને જીંદાદીલીનો આખરે અંત આવ્યો હતો અને ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જૂનાગઢ સાચા અર્થમાં મુકત બન્યું હતું અને જૂનાગઢને આઝાદી પ્રાપ્ત થઈ હતી. આજે જયારે આઝાદીના એ દિવસની ઉજવણીના ભાગરૂપે બહાઉદીન કોલેજ ખાતે આવેલ વિજય સ્તંભની પૂજનવિધિ તેમજ રાત્રીના ફટાકડાની આતશબાજી સાથે આઝાદીના દિવસની ઉજવણી રાબેતા મુજબ કરવામાં આવશે દર વર્ષે આ રીતે જ ઉજવણી થતી હોય છે પરંતુ જૂનાગઢ અને સોરઠ પંથકને સાચા અર્થમાં આઝાદી અપાવનારા આરઝી હકુમતના લડવૈયાઓના યોગદાનને તેમજ તેમના ઉજળા ઈતિહાસને ભુલી જવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં જૂનાગઢને મુકિત અપાવનારા આરઝી હકુમતના લડવૈયાઓનું કાયમી ધોરણે સ્મૃતિ જળવાઈ રહે તે માટે આરઝી હકુમતનું સ્મારક બનાવવાની લાગણી અને માંગણી વર્ષો જુની છે આઝાદી જંગની પ્રજાએ ખેલેલી આ લડાઈને અને ઈતિહાસને જાણે અજાણે ભુલી જવામાં આવેલ છે. ગૂજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દિલિપ પરીખની સરકાર વખતે ૧૯૯૭માં બહાઉદીન કોલેજ ખાતે આરઝી હકુમતના સૈનિકોના લડવૈયાના સન્માનનો કાર્યક્રમ થયો હતો. ઉપરાંત બહાઉદીન કોલેજના પટાંગણમાં એક વિજય સ્તંભ બનાવવામાં આવ્યો હતો જેને પણ આજે ર૬ વર્ષ જેવો સમય થયો છે પરંતુ વર્ષમાં એક વાર ત્યાં પૂજનવિધીના કાર્યક્રમો થાય છે બાકી આઝાદીના દિવસની જે રીતે ઉજવણી કરવી જાેઈએ તે બાબતે ઉદાસીનતા જાેવા મળે છે. ર૦૦૬ની સાલમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે આરઝી હકુમતના સૈનીકોનું કે જેઓ હયાત હતા તેઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. અને જે તે વખતે જૂનાગઢના તત્કાલીન કલેકટર અશ્વીની કુમારની અધ્યક્ષતામાં જૂનાગઢ ખાતે આરઝી હુકતના સૈનિકોની યાદગીરી માટે સ્મારક મ્યુઝીયમ બનાવવાની વાત થઈ હતી અને રૂા.રપ૦ કરોડના ખર્ચે માસ્ટર પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરઝી હકુમતના લડવૈયાઓ માટે કોઈ જાતની કાર્યવાહી થઈ નથી રૂા.રપ૦ કરોડના માસ્ટર પ્લાનની ફાઈલ અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે આ ઉપરાંત જૂનાગઢના જાગૃત નાગરીકો જુની પેઢીના લોકો તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ જૂનાગઢમાં આરઝી હકુમતનું સ્મારક બનાવવાની વર્ષો જુની માંગણી છે પણ એ દિશામાં કોઈ કાર્યંવાહી આજ સુધી થઈ નથી. દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવના ઉજવણી અંતર્ગત સ્વાતંત્રય સેનાનીઓના સન્માન તેમજ તેઓના પરિવારજનોને સન્માનવાનો કાર્યક્રમ સર્વત્ર યોજાયો હતો પરંતુ જૂનાગઢને સાચા અર્થમાં આઝાદી અપાવનારા આરઝી હકુમતના સૈનિકો તેમજ તેમના પરિવારજનોને વિસરી જવામાં આવેલ છે તે પણ ખેદજનક છે. જવાબદાર તંત્ર દ્વારા સ્વાતંત્રય સેનાની આઈડેન્ટી ફીકેશન માટે જે તે સમયે આપેલા તત્કાલીન અધિકારીઓ દ્વારા અપાયેલા ઓળખપત્રો માંગવામાં આવતા હતા પરંતુ આવી કોઈ સામગ્રી જેમની પાસે ન હોય તેઓને આ સન્માનીત કાર્યક્રમમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા હોવાની વ્યાપક ફરિયાદો અને ચર્ચાઓ ઉઠવા પામી હતી જે તે સમયે આઝાદીની ચળવળોમાં જે પરિવારોએ અને આ પરિવારોના મોભીઓ પોતાના પરિવારની પણ ખેવના કર્યા વિના આઝાદી જંગમા કુદી પડયા હતા ત્યારે તેઓની પાસે શું આઈડેન્ટી કાર્ડ લઈને ગયા હતા સ્વાતંત્રય ચળવળમાં તેવો સવાલ પણ ઉઠવા પામે છે. આજે જયારે જૂનાગઢ શહેરના મુકિતદિન આઝાદ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આ દિવસ જૂનાગઢ માટે આનંદનો દિવસ છે આજે આઝાદીના દિવસની ઉજવણી સાથે સાથે જવાબદાર તંત્ર દ્વારા એવો સંકલ્પ પણ લેવો જાેઈએ કે જૂનાગઢ શહેર અને સોરઠ પંથકને સાચા અર્થમાં આઝાદી અપાવનારા આરઝી હકુમતના લડવૈયાઓના યોગદાનને અને કયારેય પણ ભુલી શકશું નહી અને તેઓની યાદ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે જૂનાગઢમાં આરઝી હકુમતના લડવૈયાઓનું સ્મારક બનાવીને જ રહીશું તેવા શપથ લેવામાં આવે અને નકકર કાર્યવાહી કરવામાં આવે તો જ આરઝી હકુમતના લડવૈયાઓને સાચા અર્થમાં શ્રધ્ધાજલી અર્પણ કરી ગણાશે છેલ્લે જૂનાગઢના આઝાદી દિવસ પર્વ પ્રસંગે જૂનાગઢના મુકિત સંગ્રામના લડવૈયા આરઝી હકુમતના નામી અનામી વિર સૈનિકોને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા કોટી કોટી વંદના.