જામકંડોરણા ભાજપનાં નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરાયું
પુર્વ સાંસદ અને ખેડૂત નેતા સ્વ. વિઠલભાઈ રાદડીયાનો જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાનાં પ્રમૂખ ક્રિપાલસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા જસાપર પ્રાથમિક શાળા ખાતે શાળાનાં બાળકોને વિના મૂલ્યે ચોપડા અને બોલપેન વિતરણ કર્યું હતું. કાર્યક્રમની શરૂવાત કરતાં પેલા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા નાં કાર્યોને યાદ કર્યા હતા. પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ પદે એશિયાટિક કોલેજ ગોંડલના માલિક અને શિક્ષણવિદ ગોપાલભાઈ ભૂવા ઉપસ્થિત રહ્યા હતા. ગૌ સેવા સમિતિનાં પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી દ્વારા સ્વાગત પ્રવચન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌ સમિતિ દ્વારા ભાજપના નવનિયુકત હોદેદારો પ્રમુખ સિધરાજસિંહ જાડેજા ચરેલ, મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ, આશિષભાઈ કોયાની તેમજ તાલુકા પંચાયત જામકંડોરણાનાં પ્રમુખ પ્રાણભાઈ ત્રાડાનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રમુખ પ્રાણભાઈ ત્રાડા દ્વારા બાળકોને બિસ્કીટ પેકેટ આપવામાં આવ્યાં હતાં. ગૌતમભાઈ વ્યાસ અને ગોપાલભાઈ ભૂવાએ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. શાળાની બાળા વરસાની તુલસી દ્વારા સરસ ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં પુર્વ ભાજપ પ્રમુખ ચંદુભા ચોહાણ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રાણભાઈ ત્રાડા, તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ મકવાણા,ભાજપ પ્રમુખ સિધરાજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી સુરેન્દ્રસિંહ વાળા, ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ, આશિષભાઈ કોયાની, જસાપર સરપંચ રાજુભાઈ ત્રાડા, આરએસએસ અગ્રણી દામજીભાઈ કોયાની, ભાજપ અગ્રણી વજુભાઈ બાલધા, બજરંગ દળ પ્રમુખ નાજાભાઈ ભરવાડ, ગ્રામ પંચાયત સદસ્ય લાલાભાઈ ભરવાડ, હિન્દુ ધર્મ સેના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ભાજપ યુવા મંત્રી વિજયસિંહ જાડેજા ખાટલી, મંત્રી વિજયસિંહ જાડેજા પીપરડી, પાટીદાર અગ્રણી રજનીભાઈ પટેલ, હસુભા જાડેજા પીપરડી, ભગીરથસિંહ જાડેજા અડવાળ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસાપર પ્રિન્સિપાલ વરસાનીએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ક્રીપાલસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ વાળા, વનરાજસિંહ, જયેશ લિંબડ અને ગૌ સેવકોએ મેહનત કરી હતી.