ગિરનાર નેચર સફારી પાર્કમાં દિવાળીના તહેવારને લઇને સિંહ દર્શનમાં પ્રવાસીઓનું બુકિંગ ફૂલ

0

જૂનાગઢ શહેરમાં દોલતપરા સ્થિત આવેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં તારીખ ૧૧ થી ૨૦ નવેમ્બર સુધી સિંહ દર્શનની તમામ પરમીટ એડવાન્સ બુકીંગ થયેલ છે. જેમાં દરરોજની ૮ પરમીટમાં ૪૮ લોકોને ગણતરીમાં લઇએ તો ૪૮૦ લોકો સિંહ દર્શન નિહાળશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. જૂનાગઢ પ્રવાસન ધામ છે. અહીં અનેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક સ્થાનો આવેલ છે. સાથે તમામ સ્થળો સાથે જાેડાએલ ઇતિહાસને જાણવા, નિહાળવા વેકેશન દરમ્યાન બહારના રાજ્યોમાંથી મોટી સંખ્યા લોકો જૂનાગઢ આવતા હોય છે. આ ઉપરાંત હવે ગિરનાર નેચર સફારી પાર્ક શરૂ થતા સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહે છે. જેને લઈને દિવાળીના તહેવારને લઈને તારીખ ૧૧ થી ર૦ સુધીની તમામ પરમીટ ફુલ છે. અત્રે નોંધનીય છે કે, દોલતપરા સ્થિત ગિરનાર નેચર સફારી પાર્ક શરૂકર્યા બાદ સિંહ દર્શન માટે પ્રવાસી જનતા આવતી હોય છે તેમજ ખાસ કરીને આ તહેવારના સમયગાળામાં રજાના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લેવા આવી પહોંચે અને જેને લઈને હાલ પરમીટ હાઉસફુલ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!