જૂનાગઢના આઝાદી દિવસની ભવ્ય આતશબાજી પૂજનવિધી સાથે થઈ ઉજવણી

0

ગઈકાલનો દિવસ એટલે કે ૯મી નવેમ્બરનો દિવસ જૂનાગઢ માટે અતિ મહત્વનો હતો. જૂનાગઢ ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદ થયું હતું અને તે દિવસની યાદગીરીને જીવંત રાખવા માટે દર વર્ષે ૯મી નવેમ્બરના દિવસે મુકિત દિનની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે ૯મી નવેમ્બરના રોજ જૂનાગઢના મુકિત દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં સવારે બહાઉદ્દીન કોલેજ ખાતે આવેલા વિજય સ્તંભનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજનવિધી કરવામાં આવી હતી તેમજ આરઝી હકુમતના લડવૈયાઓને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા. સાંજના સમયે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહાઉદ્દીન કોલેજના પટાંગણ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણી, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય આતશબાજી સાથે જૂનાગઢના આઝાદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!