બાબરામાં માનતાના નામે પશુ બલી ચડાવવાબાબતે ચાર શખ્સો સામે થશે કાર્યવાહી

0

બાબરામાં કાળી ચૌદસે માનતાના નામે પશુબલી માતાજીના મઢે બે નિર્દોષ પશુની બલી ચઢાવવામાં આવી પ્રસાદ કરતી વેળાએ વિજ્ઞાન જાથાની ટીમ અને બાબરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટકતા નાશ ભાગ ૨૧મી સદીમાં પણ આજે રોગ મટાડવા સંતાન પ્રાપ્તિ માનતાના નામે નિર્દોષ પશુ પક્ષીની ર્નિમમ હત્યા થાય છે તે દુઃખદ છે. બાબરાના વાલ્મિકી વાસમાં ભુવા રમેશભાઈ વાડોદરા અને તેના સાગ્રિતો અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવા નામના ત્રણ શખ્સો કુલ ચાર શખ્સો સામે એક રમેશભાઈ ભુવા મુખ્ય પ્રણેતા એની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે પોલીસે ચારેય ની અટક કરી છે વિજ્ઞાન જાથા એ માહિતી મળી હતી કે કાળી ચૌદસને દિવસે જ પ્રારંભ થાય તે પહેલા માનતાના નામે બે પશુની બલી ચડવાની છે. તેમાં બે પશુઓ સમયસર આવી ગયા ૧૧ પશુ રસ્તામાં હતા. તે દરમ્યાન ભુવાએ ઝડપથી વિધિ-વિધાન કરતા બે નિર્દોષ બોકડાનો વદ કરી અને લોહીનો છંટકાવ કરી અને માતાજીને પ્રસન્ન કરવા રમેશ ભુવાએ ધુણીને માનતા પૂરી થઈ છે તેઓ શુર વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં વિજ્ઞાન જાથાને માહિતી હતી કે છેલ્લા ૧૦ વર્ષથી રમેશ દોરા ધાગા જાેવાનું કામ લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે અને લોકોને ભ્રમ નાખી શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે. આ ભુવા પાસે હિન્દુ – મુસ્લિમના વિવિધ લોકો પણ આવતા હતા. જે તેને કબુલાત પણ આપી દીધી હતી દર મહિને માતાજીના મઢ પોતાના ઘરમાં રાખીને નિર્દોષ પશુઓની બલી ચઢાવતા હતા અત્યાર સુધીમાં ૪૦૦ આસપાસ નિર્દોષ પશુને બલિ ચડાવી દીધી છે તેવી હકીકત પણ જાણમાં આવી હતી. એમ બધા પુરાવા એકત્ર કરી અને રમેશ ભુવાને પૂછતા તમામ કબુલાત આપી દીધી આજે કાળી ચૌદસનો દિવસ બેસતાની સાથે ભુવાએ બંને નિર્દોષ પશુને મારીને માતાજીને પ્રસન્ન કરવા દાણા જાેયા હતા. આવી ઘટના કમ કમાટી ઉપર તેનો પ્રસાદ બનાવતા હતા તે વખતે જ વિજ્ઞાન જાથા પહોંચી ગઈ અને તેમને સામે બાબરા પોલીસ સ્ટેશનને અટક વગેરેની કાર્યવાહી ચાલુ કરી અને જે મારવાના કાપવાના સાધનો હતા બધાય જપ્ત કરવામાં આવેલ હતા. ૧૧ જે રસ્તામાં પશુ હતા તે તુરંત તેના સાગ્રિતોએ સગે વગે કરી દીધાની માહિતીની જાથાને જાણ થઈ હતી. આ બાબરા પંથકની અંદર જે પશુબલીની ઘટના બની અને કબૂલાત આપી કે હવે પછી ક્યારેય અમે પશુની હત્યા કરીશું નહીં અને મીઠી માનતા રાખીશું વિજ્ઞાન જાથાને અમરેલીના એસપીએ મદદ કરી અને બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સબ ઇસપેક્ટ અને પોલીસનો સમગ્ર સ્ટાફ ફાળવી દેતા આંખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાએ પોલીસ તંત્રને અભિનંદન આપી અને આ પશુબલીનો રિવાજ છે કાયમી આ પરિવાર બંધની જાહેરાત કરી છે પરંતુ ગુના સંબંધી હ્લૈંઇની કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસમાં હકીકત નીકળશે તે અંગે વિવિધ કલમો હેઠળ અને કુરર્તાપૂર્વક હત્યા સંબંધી કલમો લગાડવામાં પોલીસ તજવીજ કરી રહી છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નેતૃત્વમાં અંકલેશ ગોહિલ, રોમિતભાઈ રાજદેવ, વિનુભાઈ લોદરીયા, ભભલુભાઈ ધાધલ, મનીષભાઈ ઘુઘલ સાથે અને સ્થાનિક કાર્યકરો સાથે રહ્યા હતા.

error: Content is protected !!