માણાવદર તાલુકાના કોઠડી નજીક બુલેટનું ટાયર ફાટતા અકસ્માતમાં મૃત્યું

0

માણાવદર તાલુકાના કોઠડી ગામથી આગળ ઈલાસરી ધાર પાસે બુલેટ મોટરસાઈકલનું ટાયર ફાટતા એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર માંગરોળના આત્રોલી ગામના ભીમાભાઈ હાજાભાઈ કેશવાલા પોતાનું મોટરસાઈકલ નંબર જીજે-૧૧-બીએફ-૪૭૬પ વાળુ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક મોટરસાઈકલનું પાછળનું ટાયર ફાટતા મોટરસાઈકલ ઉપર કાબુ ગુમાવતા જાહેર કરનાર વિરમભાઈ વિશાભાઈ મુળીયાસીયા તથા ભીમાભાઈ રોડ ઉપર પડી જતા જાણકરનારને ડાબા હાથમાં તથા પગમાં ઈજા પહોંચી છે. જયારે ભીમાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!