ભારતીય રેલવેની ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ યોજનાથી વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેને સમાન રૂપે લાભ મળી રહ્યો છે. પશ્ચિમ રેલવેના ૮૩ રેલવે સ્ટેશનો ઉપર ૮૬ એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ગુજરાત રાજ્યમાં ૪૮ સ્ટેશનો ઉપર ૫૧ એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટ ઉપલબ્ધ છે. આ યોજનાનો ઉદ્દેશ ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે એક બજાર ઉપલબ્ધ કરાવે છે.