જન સેવા એ જ પ્રભુ સેવા”ના સૂત્રને સાર્થક કરતું ગિરનારી ગ્રુપ-લઘુમહંત શ્રી મહાદેવ ભારતીબાપુ(ભારતી આશ્રમ)
જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, નવલા વર્ષની વધામણીના ભાગરૂપે ગિરનારી ગ્રુપ સાથે જાેડાયેલા રક્તદાતાઓ, શિક્ષકગણઓ, ડોક્ટરઓ, વકીલઓ, પત્રકાર મિત્રઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, સેવાકીય પ્રવૃત્તિઓ કરતી વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત ગિરનારી ગ્રુપ પરિવાર સાથે સંકળાયેલા તમામ લોકોનું સ્નેહમિલનનુ ભવ્યથી અતિ ભવ્ય આયોજન ભવનાથ રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે રાખવામાં આવેલ હતું. આ સમારોહમાં ૨૫૦ જેટલા લોકોએ હાજરી આપીને ગિરનારી ગ્રુપ પરિવારે એકબીજાને મદદ કરવાની ભાવનાને વેગવંતી કરી હતી. આ સ્નેહમિલન સમારોહનું દીપ પ્રાગટ્ય ભારતીય આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુ, જૂનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના એચ.ઓ.ડી. ડો. નયના લકુમ, ડો. હાર્દિક મકવાણા, બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડો. ભાવિન પઢારિયા, નાગભાઈ વાળા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત વિવિધ સંસ્થાના આગેવાનો, દાતાઓ, પત્રકાર મિત્રઓનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં હોમિયોપેથીક ડો. ઈશિતા ગણાત્રા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૮ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. જ્યારે ગિરનારી ગ્રુપની કાર્યસૂચિને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવી હતી. ગિરનારી ગ્રુપની કામગીરીનો અહેવાલ સમીરભાઈ દતાણીએ રજૂ કર્યો હતો. આ સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમનુ સંચાલન નરેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગિરનારી ગ્રુપના સભ્યઓ લલિતભાઈ ગેરીયા, દેવાંગભાઈ પંડ્યા, સંજયભાઈ મહેતા, ભાર્ગવભાઈ દેવમુરારી, સંજયભાઈ વાઢેર, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, પ્રણવભાઈ ભટ્ટ, યાત્રિકભાઈ ભટ્ટ, સમીરભાઈ ઉનડકટ, હરિભાઈ કારીયા, સુધીરભાઈ, પ્રશાંતભાઈ તોલાણી, પ્રયાગભાઈ યાદવ, બીપીનભાઈ ઠકરાર, હરેશભાઈ મશરૂ, બગસબાપુ સહિતના લોકોએ ભારે જહમત ઉઠાવી હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.