જૂનાગઢ સહિત સોરઠમાં ધુમ્મસ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો

0

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ધુમ્મસ સાથે ગુલાબી ઠંડીનો ચમકારો થયો છે. ગઈકાલે સોમવારે જૂનાગઢ સહિત સોરઠમાં ધુમ્મસનું આક્રમણ થયું હતું. જેના પરિણામે સમગ્ર પ્રદેશમાં ગુલાબી ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારે જૂનાગઢ વિસ્તારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૧ ટકાએ પહોંચી જતા ધુમ્મસનું આક્રમણ થયું હતું. સાથે સાથે લઘુતમ તાપમાન ૧૮.૧ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સોમવારે બપોરના જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ૩પ ડિગ્રી નોંધાયું હતું જેના કારણે દિવસ દરમ્યાન ઠંડક રહી હતી. જયારે આખો દિવસ પવન ૪.ર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા ગુલાબી ઠંડીની અસર બેવડાઈ હતી. આગામી દિવસોમાં પણ ઠંડીનું જાેર વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

error: Content is protected !!