હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, રહેઠાણની સુવિધા ધરાવતા ધાર્મિક સ્થળો વગેરે માટે પથિક વેબ પોર્ટલ અંગેનું જાહેરનામું બહાર પડાયું

0

પોલીસ દ્વારા તૈયાર કરેલ ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર ર૪ કલાકની અંદર એન્ટ્રી કરવાની રહેશે : જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી થશે

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન મુજબ આગામી ગિરનાર પરિક્રમા અનુસંધાને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ, આશ્રમો, મંદિરો, અતિથીગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, લોજ, બોર્ડીંગ, મસ્જિદ, મુસાફરખાના, ધર્મશાળાના સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જે મીટીંગમાં તા.૨૩-૧૧-૨૦૨૩થી તા.૨૭-૧૧-૨૦૨૩ સુધી ગીરનાર લીલી પરિક્રમાંમાં લાખોની સંખ્યામાં લોકો આવનાર છે. બાબતે કોઈ અસામાજિક તત્વો જાહેર સુલેહ, શાંતિ, સલામતીનો ભંગ ન કરે તે માટે તમામને સુચના આપવામાં આવેલ કે પરિક્રમામાં આવનાર લોકો આપની હોટલ, ગેસ્ટ હાઉસ, આશ્રમો, મંદિરો, અતિથીગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડીઓ, લોજ, બોર્ડીંગ, ધર્મશાળા વિગેરેમાં રોકાણ કરે તો તેમની પાસેથી આધારકાર્ડની અથવા અન્ય કોઈ ઓળખકાર્ડની નકલ ફરજીયાત લેવાની રહેશે તેમજ રજીસ્ટરમાં જણાવેલ કોલમ મુજબનાં મુદ્દાઓની નોંધ કરવાની રહેશે તેમજ પોલીસ દ્વારા તૈયાર કરેલ ઓનલાઇન વેબ પોર્ટલ https://pathik.guru/ ઉપર ૨૪ કલાકની અંદર એન્ટ્રી કરવાની રહેશે. તે સિવાય કોઇ વ્યક્તિને ઉપરોક્ત સ્થળોના માલીકો/ સંચાલકો/ મેનેજરો ભાડે આપી શકશે નહી જે અંગેનું પથીક જાહેરનામુ અમલમાં મુકવામાં આવેલ છે. જાહેરનામામાં દર્શાવેલ તમામ નિયમોની અમલવારી કરવા આથી જાણ કરવામાં આવે છે. જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે ખાસ નોંધ લેવા જણાવાયું છે.

error: Content is protected !!