ગિરનારની લીલી પરિક્રમામાં આવનારા ભાવિકોને પ્રકૃતિનું જતન કરી, પૂજન કરીએ અને આર્શીવાદ મેળવીએ તેવી પૂજય મહેશગીરી બાપુ દ્વારા અપીલ

0

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે દેવ દિવાળીના પર્વથી શરૂ થઈ રહી છે ત્યારે આ પરિક્રમામાં આવનારા ભાવિકો, શ્રધ્ધાળુઓને ગિરનારજી મહારાજના પૂજન સાથે પ્રકૃતિની જાળવણી અને પૂજન કરી આર્શીવાદ મેળવવાની અપીલ ગુરૂદત્તાત્રેય સંસ્થાન અને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત પૂજય મહેશગીરી બાપુએ કરી છે.
આવતીકાલે દેવ દિવાળીના પર્વથી એટલે કે ગુરૂવાર અને તા.ર૩-૧૧-ર૦ર૩ના રોજ ગિરનારની લીલી પરિક્રમાનો ભકિતભાવ પુર્વક પ્રારંભ થનાર છે. આ વર્ષે અંદાજીત ૧પ લાખ કરતા પણ વધારે ભાવિકો આ પરિક્રમામાં સામેલ થવાના છે ત્યારે ગુરૂદત્તાત્રેય સંસ્થાનના અને ભૂતનાથ મંદિરના મહંત પૂજય મહેશગીરી બાપુએ ભાવિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ગરવા ગિરનાર ખાતે અંબાજી માતાજીના બેસણા છે. ભવનાથ મહાદેવ, ગોરક્ષનાથ અને ભગવાન દત્તાત્રેયના ધાર્મિક સ્થળો આવેલા છે. ગિરનારની પરિક્રમા માટે લાખો શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને સેવાનું ભાથું બાંધી રહ્યા છે. ગિરનાર ક્ષેત્ર એટલે ૩૩ કરોડ દેવતા, નવ નાથ અને સતી, જતી અને જાેગણીયોના બેસણા છે તેવા આ સિધ્ધ ક્ષેત્રમાં પધારેલા ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. સિધ્ધોની આ ભૂમિ ઉપર દેવાતાનું પૂજન કરવામાં આવે છે તેમ આપણે સૌ પ્રકૃતિનું પણ પૂજન કરીએ, તેનું જતન કરીએ અને તેના આર્શિવાદ પણ મેળવીએ. અહી આવનારા ભાવિકો દ્વારા પ્રકૃતિને નુકસાન થાય તેવું ન કરવું જાેઈએ. ખાસ કરીને આગ લાગે તેવા પગલા ન ભરવા જાેઈએ. પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જાેઈએ. વન્યપ્રાણીઓને રંજાડ ન થાય તે માટેનું પણ ખાસ ધ્યાન રાખવું જાેઈએ. સેવા માટે અન્નક્ષેત્ર જયારે શરૂ થયા છે ત્યારે કોઈપણ જાતના કચરો ન થાય તેની પણ કાળજી રાખવી જાેઈએ અને દેવ દિવાળીના આ પર્વને આનંદપુર્વક, ભકિતભાવ પુર્વક અને ક્ષમતા પુર્વક અને પ્રકૃતિના જતન સાથે મનાવવામાં આવે તેવી ભાવપુર્વક અપીલ મહેશગીરી બાપુએ કરી છે.

error: Content is protected !!