ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આવનારા ભાવિકોની સલામતી માટે જડબેસલાક બંદોબસ્ત

0

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ૬ ઝોનમાં પોલીસ બંદોબસ્ત, ૧૩૬ અધિકારીઓ તૈનાત

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે ૧પ લાખથી વધારે ભાવિકો ઉમટી પડનાર છે. પરિક્રમાનો આ મેળો શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તેમજ કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ બને નહી અને યાત્રાળુઓની, ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસઆરપીએફ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે અને ર૮પ કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. જૂનાગઢમાં આવતીકાલ ગુરૂવારથી શરૂ થનાર ગિરનાર લીલી પરિક્રમાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે પરિક્રમા સબબ ૬ ઝોનમાં પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે મંગળવારે પોલીસ હેડ ક્વાટર જૂનાગઢ ખાતે ગિરનાર લીલી પરિક્રમા સબબ પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવી હતી. આ તકે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ દ્વારા બંદોબસ્ત સંબંધી જરૂરી સુચનો કર્યાં હતા. તેમજ પરિક્રમા દરમ્યાન શું-શું પગલા લેવા તેમજ કઈ બાબતો ધ્યાને રાખવી તેની માહીતી પણ આપી હતી. સમગ્ર પરિક્રમા બંદોબસ્ત ૬ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. ગિરનાર લીલી પરિક્રમા બંદોબસ્તમાં ડીવાયએસપી-૦૮, પીઆઈ-૧૮, પીએસઆઈ-૧૧૦ સહિત કુલ ૧૩૬ અધિકારીઓ તથા પોલીસ કર્મચારી-૧૭૨૬ તથા હોમગાર્ડ સભ્ય-૪૩૫, જીઆરડી સભ્ય – ૬૮૦ સહિત કુલ ૨૮૪૧ કર્મચારી તથા ૨ એસઆરપીએફની કંપનીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ સાથે ગુનાઓ બનતા અટકાવવા ૧૨ ટીમ સર્વેલન્સ માટે રાઉન્ડ ધ કલોક તમામ ઝોનમાં ૭૨ કર્મચારી સાથે ફરજ બજાવશે. ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમની ૧૦ ટીમ સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત નેત્રમ શાખા દ્વારા ભવનાથ રૂટ ઉપર તથા સિટીમાં મળી કુલ ર૮પ કેમેરા દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવશે. આ બંદોબસ્તમાં જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં બોડીવોર્ન કેમેરા-૧રપ, રસા-ર૦, હાથબતી-૬પ, અગ્નિશામક-૪૯, વોકીટોકી-ર૧૦, નાઈટ વિઝન બાયનોકયુલર-૯, મેગા ફોન-૩૬, વાયરલેસ સેટ-પપ, રાવટી-૪પ સહિતની સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!