ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલે ભકિતભાવ સાથે શુભારંભ થશે

0

પરિક્રમા શરૂ થાય તે પહેલા જ પ૦ હજારથી વધુ પરિક્રમાર્થીનો ભવનાથમાં પડાવ : ભાવિકોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે આવતીકાલ તા.ર૩ને ગુરૂવાર દેવ દિવાળી પર્વથી શરૂ થવાની છે અને પરિક્રમાને લઈને દુર-દુરથી ભાવિકોનો મોટો પ્રવાહ સેવાનું પુનિત ભાથું બાંધવા માટે ભવનાથ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડયો છે તો બીજી તરફ ધાર્મિક સ્થળો, સેવાકીય સંસ્થાઓ, સેવાકીય મંડળો, ઉતારા મંડળ વિગેરે દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે તેમજ તેઓને પ્રસાદ-ભોજન માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ભવનાથ વિસ્તારમાં અન્નક્ષેત્રો કાર્યરત બન્યા છે. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં આવનારા ભાવિકોની સુખસુવિધાઓ જળવાઈ તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ સમુહ પ્રસાદ-ભોજન માટે અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવતા હોય છે. આ વર્ષે પણ સેવાભાવીઓ દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરી અને સેવાનું પુનિત ભાથું બાંધવા માટે તૈયારીઓ હાથ ધરી છે. પરિક્રમાના આ મેળા દરમ્યાન રાત્રીના દુર-દુરથી આવેલા ભાવિકો પડાવ નાખતા હોય છે અને જંગલમાં મંગલ જેવું વાતાવરણ યોજાતું હોય છે. દરમ્યાન ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તેના પુર્વે જ ગઈકાલે બપોર બાદ હજારો ભાવિકોનો માનવ સમુહ ભવનાથ ભણી જાેવા મળતા ગીરી તળેટીમાં જાણે માનવ મહેરામણ ઉમટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત સુધીમાં પ૦ હજારથી વધુ ભાવિકોએ ભવનાથ વિસ્તારમાં પડાવ નાખ્યો છે. પ્રવેશ માટે ભાવિકોમાં આતુરતા છે પરંતુ તંત્ર દ્વારા નિયત સમયે અને તારીખે પરિક્રમા કરવા આવવા યાત્રિકોને અપીલ કરી છે. ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ છે અને પરિક્રમા માટે દુર દુરથી ગામડે ગામડેથી લાખોની સંખ્યામાં ભાવિક-ભકતો ઉમટી પડતા હોય છે. ત્યારે હજુ પરિક્રમા શરૂ થવાને આડે ઘણા કલાકોનો સમય બાકી છે તેમ છતાં મંગળવારે બપોર બાદ એકાએક હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડયા હતા. ત્ભવનાથ ગીરી તળેટી તરફ જતા માર્ગો ઉપર માથે પોટલા લઈને પુણ્યનું ભાથું બાંધવા પરિક્રમાર્થીનો નજારો જાેવા મળી રહ્યો હતો. છેક ભરડાવવાથી લઈને ગીરી તળેટી સુધી માનવ મહેરામણ જાેવા મળતું હતું. બપોર બાદ લોકોનો ધસારો પરિક્રમાના ગેઈટ ઈટવા ગેઈટ તરફ વળતા રૂપાયતન પ્રવેશ દ્વાર પાસેના ગેઈટ ખાતે પોલીસ દ્વારા બેરીકેટ મુકીને પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. હાલ તો અગાઉથીઆગોતરી પરિક્રમા માટે આવેલા હજારો પરિક્રમાર્થીઓ પ્રવેશ માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ગઈકાલે પ્રવેશ ન મળતા લોકોએ જયાં જગ્યા મળી ત્યાં પડાવ નાખી દીધો હતો. જયાં વિધિવત પ્રારંભ થાય છે ત્યાંથી લઈને ઈટવા ગેઈટ સુધીના માર્ગ ઉપર જંગલ વિસ્તારમાં ભાવિકોએ રાતવાસો કરવા માટે પડાવા નાખ્યા છે.

error: Content is protected !!