માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામે મૈત્રીકરારના મનદુઃખે માર મારી ધમકી આપ્યાની બે સામે ફરિયાદ

0

માળીયા હાટટીના તાલુકાના ગળોદર ગામે હાઈવે રોડ ઉપર બનેલા એક બનાવમાં મૈત્રીકરાર તોડી નાખવાના મનદુઃખે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે માળીયા હાટીના પોલીસે આપેલી વિગત અનુસાર, કાળુભાઈ બાબુભાઈ પરમાર(ઉ.વ.૩પ) રહે.ધોરાજી, જૂનાગઢ રોડ, રેલ્વે પાટા પાસે, જી.રાજકોટ અને મુળ ગામ પિખોર તા.માળીયા હાટીના વાળાએ દિલીપભાઈ પુનાભાઈ ગોહેલ રહે.પિખોર તથા સંગમ ગોહેલ રહે.માંગરોળ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના પત્ની એક વર્ષ પહેલા આ કામના આરોપી નં-૧ દિલીપ ગોહેલ સાથે મૈત્રી કરારથી રહેતા હોય જે બાદ છેલ્લા બે એક મહિનાથી મૈત્રી કરાર તોડી ફરિયાદી સાથે રહેવા આવતા જેનું મનદુઃખ રાખી ફરિયાદીને આરોપી નં-૧ દિલીપ ગોહેલનાએ લાકડીના ધોકા વડે ફરિયાદીને પીઠ પાછળ ઘા મારી તથા આરોની નં-ર સંગમ ગોહેલ ફરિયાદીને હેલ્મેટથી માથાના ભાગે મારી તેમજ બંને આરોપી ફરિયાદી સાથી બથમ બથી કરી શરીરે મુંઢ ઈજાઓ કરી તેમજ આ કામના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જૂનાગઢ જીલ્લા મેજી.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માળીયા હાટીના પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, પ૦૬(ર), ૧૧૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.એમ. કોડીયાતર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!