આખરે ગુજરાતમાં ૬૪૦૦ ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકુફ રખાયો

0

જૂનાગઢ સહિત રાજયના વિવિધ શહેરમાં ફરજ બજાવતા ૬૪૦૦ જેટલા ટીઆરબી(ટ્રાફિક બ્રિગેડ) જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકુફ રખાયો છે. રાજયના ગૃહમંત્રીએ યોજેલી વચ્ર્યુઅલી બેઠક બાદ રાજયના પોલીસ વડાએ ગુરૂવારે સાંજે આ સંદર્ભે વિધિવત જાહેરાત કરી હતી. રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે સેવા આપી રહેલા ટીઆરબી જવાનોને તબક્કાવાર રીતે છુટા કરવાનો નિર્ણય મોકુફ રાખાયો છે. ટીઆરબી જવાનોના ચાલી રહેલા આંદોલનના વચ્ચે ભાજપ સંગઠન તરફથી પણ આ અંગે સુખદ નિર્ણય આવશે તેવા સંકેત મળ્યા હતા. નારાજ થયેલા ટીઆરબી જવાનો રજા ઉપર ઉતરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરાઈ હતી અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ટીઆરબી જવાનોએ પોતાને છુટા કરવાના નિર્ણયથી નારાજ થઈ જાે પોતાના મુદ્દાઓનો ઉકેલ નહી આવે તો ગાંધીનગર સુધી આંદોલન લઈ જવા ચિમકી ઉચ્ચારી હતી. અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું હતું. જેમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી જણાવાયું હતું કે, ભ્રષ્ટાચારી હોય તેમને દુર કરો પણ પ્રમાણિકતાથી કામ કરનારાને છુટા ન કરવા જાેઈએ. અગાઉ જે પરિપત્ર કરાયો તે પ્રમાણે ૧૦ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવનારાને ૩૦ નવેમ્બર સુધી ફરજ મુકત કરવા હુકમ કરાયો હતો. એ જ રીતે સેવાના વર્ષ પ્રમાણે તબક્કાવાર છુટા કરવાનો નિર્ણય મોકુફ રહેતા જવાનોને હાશકારો થયો છે.

error: Content is protected !!