ગિરનારની પરિક્રમામાં ખિસ્સા કાતરૂ સહિત ૨૫૫ વિરૂદ્ધ પોલીસ દ્વારા થઈ કાર્યવાહી

0

ગિરનારની પરિક્રમા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જ્યારે પરિક્રમા દરમ્યાન કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ૬ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા હોય ડીઆઈજી નિલેશ જાજડીયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતાના નેતૃત્વમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. પરિક્રમા દરમ્યાન શ્રદ્ધાળુઓ મિલકત સંબંધી ગુનાનો ભોગ ન બને તે હેતુસર ખિસ્સા કાતરૂ તેમજ શંકાસ્પદ સહિત રપપ ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ૪૩ શખ્સો વિરૂધ્ધ સીઆરપીસીની કલમ મુજબ પગલા લેવામાં આવ્યા છે. ટ્રાફિકના ગ્રુપમાં પ૦ વાહનો ટોઈંગ કરી કુલ ૬૧ વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. પરિક્રમાને લઈ શી ટીમ દ્વારા ફરજની સાથે માનવીય અભિગમ અપનાવી પરિક્રમા દરમ્યાન નાદુરસ્ત, ઈજાગ્રસ્ત થયેલા યાત્રિકોને સારવાર આપવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સલામતીના પગલાની સાથે સાથે પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!