ગિરનાર જંગલમાં ભારે વરસાદને પગલે ગઈકાલે યાત્રિકોએ સોલાર પેનલનો સહારો લીધો

0

જૂનાગઢ શહેરની સાથે ગઈકાલે ગિરનારના જંગલમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રવિવારે પુરા દિવસ દરમ્યાન રોપ-વેનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે સિડી ચડીને જતા યાત્રિકોને વરસાદથી બચવા સોલાર પેનલનો સહારો લેવો પડ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ શહેરની સાથે ગિરનારના જંગલમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા રોપ-વેનું સંચાલન અટકાવી દેવાયું હતું. રોપ-વે બંધ રહેતા ગિરનાર ઉપર ફરજ બજાવતા અનેક કર્મીઓ ગિરનાર ઉપર આવી શક્યા ન હતા. બીજી તરફ અનેક પ્રવાસીઓ ગિરનારની સિડી ચડીને ઉપર સુધી આવ્યા હતા. પરંતુ વ્હેલી સવારના ૩ઃ૩૦ વાગ્યાથી વરસાદ તુટી પડતા પ્રવાસીઓએ વરસાદથી બચવા ભારે દોડધામ કરવી પડી હતી. અનેક યાત્રિકો દુકાનોમાં, તો કેટલાક ભાવિકો અંબા માતાજીના મંદિર સામે બનેલ હવન માટેના રૂમમાં પ્રવેશી ગયા હતા. તો કેટલાક પ્રવાસીઓએ વરસાદથી બચવા ગિરનાર ઉપર લગાવેલ સોલાર પેનલનો સહારો લીધો હતો. આવા પ્રવાસીઓ સોલાર પેનલ નીચે ઉભા રહી ગયા હતા.

error: Content is protected !!