જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૭૭માં એટી.એમ. આદર્શ લગ્ન યોજાયા

0

તા.૨૮-૧૧-૨૦૨૩ સત્યમ સેવા યુવક મંડળમા અખંડ રામધુન ચાલે છે તે હોલ ખાતે લગ્ન યોજાયા હતા. બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી અંજલીબેન જાેશી કે જેને પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હોય અને સંસ્થાને રજૂઆત કરતા જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંસ્થાના હોલમાં ૭૭માં એટીએમ લગ્ન કરાવી કરિયાવરમાં બે ગ્રામ સોનાનું મંગલસૂત્ર, સોનાનો દાણો, ડ્રેસીંગ ટેબલ, ખુરશી જેવી નાની મોટી ૪૮ જેટલી વસ્તુઓ સાથે વિદાય કરવામાં આવી હતી. આ લગ્ન કાર્યક્રમાં દીકરીને આશીર્વાદ આપવા માટે ડો. પાર્થ ગણાત્રા, આશિષભાઈ રાવલ, પુષ્પાબેન પરમાર, શૈલેષભાઈ વિઠલાણી, બટુકબાપુ, દીપલભાઈ રૂપારેલીયા વગેરે ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. આ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, કે.એસ. પરમાર, મનહરસિંહ ઝાલા, પરેશભાઈ બાટવિયા, પ્રવીણભાઈ જાેશી, બાલાભાઈ તન્નારાણા, સરોજબેન જાેશી, પ્રજ્ઞેશભાઈ વાજા, મનોજભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ મા-બાપ વિહોણી દીકરીને રંગે ચંગે કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવી હતી.

error: Content is protected !!