શ્રી ભારતી આશ્રમ પ્રેરીત હરીદ્વારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

0

શ્રી ભારતી આશ્રમ પ્રેરીત દેવભૂમિ હરીદ્વારના આંગણે ભાથીરથી માં ગંગા તટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સમગ્ર જન હિતાર્થે ગિરનારી સંત બ્રહ્મલીન સંત પૂજય મહામંડલેશ્વર વિશ્વભર ભારતીબાપુના દિવ્ય આર્શીવાદથી તથા પૂજય મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ હરીહરાનંદ ભારતીબાપુની પ્રેરણા અને સાનિધ્યમાં તા.૧૧-પ-ર૦ર૪ વૈશાખ સુદ ૪ શનિવારથી તા.૧૭-પ-ર૦ર૪ વૈશાખ નૌમ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજાશે. વ્યાસપીઠ ઉપર સુપ્રસિધ્ધ કથાકાર રામેશ્વરબાપુ હરીયાણી કથાનું પાન કરાવશે. આ દિવ્ય ધર્મોત્સવમાં સહભાગી બનવા સૌ સેવકગણ તેમજ ભકતગણોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે અને યાત્રા ટ્રેન દ્વારા યોજવામાં આવશે તો ટ્રેનમાં ટિકીટ બુકિંગ ચાર મહિના પહેલા કરવાનું હોય તા.૩૧-૧ર-ર૦ર૩ સુધીમાં ટિકીટનું બુકિંગ કરવા જણાવેલ છે. આ કાર્યક્રમમાં લઘુમહંત મહાદેવ ભારતીબાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!