જૂનાગઢમાં વૃદ્ધ માતાએ પૈસા નહિ આપતા પુત્રએ માર મારી ધમકી આપી

0

જૂનાગઢ શહેરમાં પંચેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા ૭૫ વર્ષીય નીલાબેન ગોવિંદભાઈ ગોહેલ મંગળવારે બપોરે તેમના ઘરે હતા ત્યારે દીકરો યોગેશે આવીને મને પૈસા આપ કેમ કહેતા નીલાબેને પોતાની પાસે પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડી હતી. જેનાથી ઉશ્કેરાઈ જઈને પુત્ર યોગેશે વૃદ્ધ માતાને ઢીકાપાટુનો માર મારી અને પૈસા આપો બાકી હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ અંગે વૃદ્ધાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે પુત્ર યોગેશ વિરૂદ્ધ કલમ ૩૨૩, ૨૯૪(બી) અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!