જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રત્ન કલાકારનાં ૬ દિવસ બંધ રહેલા મકાનમાંથી રૂા.૬.૮૩ લાખની મત્તાની ચોરી ઃ તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે રત્ન કલાકારનાં ૬ દિવસ બંધ રહેલા બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રૂપિયા ૬.૮૩ લાખની મત્તાની ચોરી કરીને નાસી જતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. વિજાપુર ગામે પટેલ સમાજ પાસે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા રમેશભાઈ દુદાભાઈ કોદાવલા અને પત્ની ગીતાબેન ૫ રૂમનાં મકાનને તાળા લગાવીને ૨૧ નવેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે રાજકોટ ખાતે રહેતા પુત્ર મનીષ અને ઉમેશના ઘરે ગયા હતા અને ૨૭ નવેમ્બરના રોજ સવારના ૫ વાગ્યે પરત આવ્યાં હતા. આમ ૬ દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરો બંધ મકાનમાં પ્રવેશ્યા હતા અને રૂમના નકુચા અને કબાટની તિજાેરીનો લોક તોડી રૂપિયા ૪૦,૦૦૦ની રોકડ સોનાનો પેડલ સેટ, સોનાની લેડીઝ વીંટી, સોનાનો ચેન, સોનાનો જુનો હાર, સોનાનું બાજુબંધ, સોનાનો પોચો, સોનાની બુટી, ચાંદલો, ચાંદીના સાંકળા વગેરે મળી કુલ રૂપિયા ૬.૪૩ લાખની કિંમતના મુદ્દામાલનો હાથફેરો કરી ગયા હોવાનું જણાતાં દંપતીનાં હોશકોશ ઉડી ગયા હતા. આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈને રમેશભાઈ કોદાવલાની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા પીએસઆઇ જે. ડી. દેસાઈએ ડોગ, એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમાં તસ્કરોએ તરખાટ મચાવતાં ગ્રામજનોમાં ભયનું મોજું ફરી વળ્યુ છે.

error: Content is protected !!