વંથલી, વિસાવદર, ભેંસાણ પંથકમાં અકસ્માતના ત્રણ બનાવમાં બે મહિલા સહિત ત્રણના મૃત્યું

0

વંથલી, વિસાવદર, ભેંસાણ પંથકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા છે. જેમાં ગંભીર રીતે ઘવાયને મૃત્યું પામનારામાં બે મહિલા સહિત ત્રણનો સમાવેશ થાય છે. અકસ્માતે મૃત્યુંના આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, અકસ્માતના જે ત્રણ બનાવ બન્યા છે તેમાં વંથલીથી જૂનાગઢ જતા હાઈવે રોડ ઉપર ગુરૂકુળ સ્વામિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બનેલ છે. જે અંગે કેતનભાઈ જેન્તીભાઈ કલોલા(ઉ.વ.૪૯) રહે.વંથલી વાળાએ ટ્રાવેલ્સ બસ નંબર જીજે-૦૬-એએકસ-૮૯૮૯ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના ભાભુ રસીલાબેન જેન્તીભાઈ કલોલા તથા સાહેદ ચંદનબેન વિજયભાઈ મહેતાનાઓ વંથલીથી જૂનાગઢ તરફ જતો રોડ ગુરૂકુળ સ્વામિ મંદિર પાસે ક્રોસ કરતા હતા તે સમયે ટ્રાવેલ્સ બસ જેના રજી. નં. જીજે-૦૬-એએકસ-૮૯૮૯ના ચાલકે પોતાના હવાલાની બસ પુરઝડપે હંકારી ફરિયાદીના ભાભુ રસીલાબેન તથા ચંદનબેનને ટક્કર મારી નીચે પછાડી દઈ ફરિયાદીના ભાભુ રસીલાબેનનું મોત નીપજાવી સાહેદ ચંદનબેનને કપાળના ભાગે આંખ પાસે ઈજા પહોંચાડી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં રાત્રે પુત્રવધુ, પાડોશી મહિલા સાથે રામામંડળ જાેવા જતા વૃદ્ધાનું બોલેરો હડફેટે મોત થતાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અકસ્માતની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢના વિસાવદરમાં હનુમાનપરામાં રહેતા સોનલબેન મુકેશભાઈ રાખોલીયા(ઉ.વ.૩૩) તથા તેમના સાસુ લાભુબેન અને પાડોશી લીલાબેન ભુપતભાઈ વઘાસિયા સોમવારની રાત્રે ૧૦વાગ્યાના અરસામાં પગપાળા વિસાવદર ખાતે સતાધાર રોડ ઉપર આવેલ આર્ય સમાજ પાસે રામામંડળ જાેવા માટે જતા હતા. તે સમયે સતાધાર રોડ ઉપરથી પૂરપાટ ઝડપે આવેલી અજાણી બોલેરોના ચાલકે લાભુબેનને હડફેટેમાં લેતા તેનું ગંભીર થવાથી સ્થળ ઉપર જ મૃત્યું હતું. આ અકસ્માત અંગે વિસાવદર પોલીસે ગુનો નોંધીને બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ભેંસાણના ખારચીયા ગામથી રાણપુર ગામ વચ્ચે રોડ ઉપર અકસ્માતનો બનાવ બનવા પામેલ હતો. આ અંગે ગમાપીપળીયા તા.બાબરા જી.અમરેલીના ધર્મેન્દ્રભાઈ મેરામભાઈ પરમાર(ઉ.વ.૩૦)એ વાલાભાઈ હિરાભાઈ મહિડા રહે.ઘુંઘરાળા રીક્ષા નંબર જીજે-૧૪-વાય-ર૪૦પના ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી પોતાના હવાલાની રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી અને માણસની જીંદગી જાેખમાય તે રીતે ચલાવતા હોય તે દરમ્યાન રીક્ષા પલ્ટી જતા આ રીક્ષામાં બેઠેલા ફરિયાદીના પિતા મેરામભાઈ નાજાભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યું થયું છે. જયારે ફરિયાદીના માસી જેસીબેનને શરીરે નાની-મોટી ઈજા પહોંચ્યાનું પોલીસમાં ફરિયાદમાં જણાવેલ છે. ભેંસાણ પોલીસે આરોપી રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!