કમોસમી વરસાદ બાદ બર્ફિલા પવન ફુંકાતા જૂનાગઢ શહેર બન્યું ઠંડુગાર

0

આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડે તેવી આગાહી સાથે ઠંડીની તીવ્રતા વધશે

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રવિવારે કમોસમી વરસાદ પડતા ટાઢુમોડ વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ બાદ પવનની ઝડપ વધી જવાના કારણે બર્ફિલા પવનો ફુંકાવા શરૂ થયા હતા અને જેને લઈને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. ગઈકાલે મંગળવારે દિવસ દરમ્યાન લોકોને ઠંડીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં પણ ઠંડીનું પ્રમાણ વધી જશે અને ઠંડીની તીવ્રતા વધે તેવી શકયતા છે. આ સાથે જ શિયાળીની આક્રમક ભરી ઠંડીનું મોજું જૂનાગઢ અને સોરઠ પંથકમાં પ્રસરી જાય તેવા નિર્દેષો મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ બાદ પવનની ઝડપ વધી જવા સાથે બર્ફિલા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. મંગળવારે દિવસભર લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હજુ આગામી સમયમાં પણ ઠંડીનું જાેર વધી શકે છે. હાલમાં જે લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી છે જે આગામી દિવસોમાં ઘટીને ૧૪ થી ૧૫ ડિગ્રી થઇ શકે છેે. પરિણામે હજુ પણ ઠંડીનું પ્રમાણ વધી જશે. જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુના પગરવ થઇ ગયા છે. ખાસ કરીને વ્હેલી સવારના અને મોડી સાંજ બાદ વાતાવરણમાં ઠંડક અનુભવાઇ રહી છે. ફૂલ ગુલાબી ઠંડીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. દરમ્યાન પડેલા કમોસમી વરસાદ અને બાદમાં પવનની ઝડપ વધતા શહેરમાં વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું છે. જૂનાગઢ કૃષિ યુનિ. ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, એકતો જૂનાગઢ શહેરમાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બાદમાં પવનની ઝડપ વધી જતા ઠંડીની અસર વધુ જણાઈ રહી છે. મંગળવારે ૧પ કિમીથી વધુના ઝડપે બર્ફિલા પવન ફુંકાયા હતા જેના કારણે દિવસભર વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી. મંગળવારે લઘુત્તમ તાપમાન ૧૯.૧, મહત્તમ ર૭.૩ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે ૯૪ ટકા અને બપોર બાદ પપ ટકા રહ્યું હતું અને પવનની એવરેજ ઝડપ ૬.૭ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. જાેકે, હજુ આગામી દિવસોમાં ઠંડી વધશે. હાલમાં જે લઘુત્તમ તાપમાનનો પારો ૧૯ ડિગ્રી આસપાસ છે તે ગગડીને ૧૪ થી ૧પ ડિગ્રી સુધી આવીજશે જેથી ઠંડીનો ચમકારો અનુભવાશે.

error: Content is protected !!