જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાંથી યુવતીનું તેના પરિવારજનો અપહરણ કરી જતા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, હિરલબેન ડો/ઓ મેઘજીભાઈ ખુંટ પટેલ(ઉ.વ.૩૦) રહે.ગામ ગીર ગુંદાળા તા.મેંદરડા વાળાએ રસીકભાઈ રવજીભાઈ, કાંતાબેન રસીકભાઈ, મનીષ ધીરૂભાઈ, અંકિત વિગેરે વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ફરિયાદીની સંસ્થામાં રહેલ આશ્રીત અક્ષીબેન(ઉ.વ.૧૯)નું તેમના પરિવારજનોએ બળજબરીથી અપહરણ કરી પોતાની સફેદ કલરની ફોરવ્હીલ વાહનમાં અક્ષીબેનને બેસાડી એકબીજાને મદદગારી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૬પ, ૧૮૬, ૧૪૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એમ.ડી. જાદવ ચલાવી રહ્યા છે.
બહાઉદીન કોલેજમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીએ સુપરવાઇઝરને માર માર્યો : પોલીસ ફરીયાદ
એમએનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં સુપરવાઇઝરને માર મારવાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બહાઉદીન વિનીયન કોલેજ પરીક્ષા ખંડ નં-૧૦ જૂનાગઢ ખાતે બનેલા બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર રાજીવભાઈ રામભાઈ ડાંગર(ઉ.વ.૪૧) ધંધો-નોકરી રહે.મધુરમ, મોતીપેલેસ ટાઉનશીપ, બ્લોક નં-૩, કેશવ ડયુપ્લેક્ષ, જૂનાગઢ વાળાએ તેજસ દેવાભાઈ બથવાર નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થી સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપી તેજસ દેવાભાઈ બથવાર કે જે નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વિદ્યાર્થી એમ.એ. અભ્યાસ ક્રમના સેમસ્ટર-૦૩નું પ્રથમ પેપર દેવા સારૂ બહાઉદીન કોલેજમાં આવેલ હોય અને તેમણે ચાલું પરીક્ષા દરમ્યાન અન્ય પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરવાની કોશીષ દરમ્યાન અન્ય પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરવાની કોશીષ કરતા આ કામના ફરિયાદી કે જે આ પરીક્ષા ખંડના સુપરવાઇઝર હોય જેમણે પોતાની ફરજના ભાગરૂપે આરોપી પરીક્ષાર્થીને વાતચીત નહી કરવાનું કહેતા આ કામના આરોપી ફરિયાદી સરકારી કર્મચારી હોવાનું જાણવા છતાં તેના ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરી શરીરે ઢીકા મારી ફરીયાદીને બેંચ ઉપર તેમજ નીચે પછાડી દઈ શરીરે તથા જમણા હાથના ખંભા ઉપર મુંઢ ઈજા કરી જે મારના લીધે ફરીયાદીના જમણા હાથના ખંભાનું હાડકુ ખસી ગયેલ(ડીસ્લોકેટ) આમ આરોપી દ્વારા ફરિયાદી સરકારી કર્મચારી હોવાનું જાણવા છતાં તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેને ઢીકાનો મુંઢ માર મારી જે મારના લીધે ફરિયાદીને જમણા હાથના ખંભાનું હાડકું સાંધામાંથી ખેસવી નાખી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩૩૩ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે પીએસઆઈ વી.કે. ઉંજીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.