જૂનાગઢમાંથી પકડાયેલા નકલી ડીવાયએસપીના ૭ બેંક ખાતા ફ્રીઝ કરાયા : તપાસનો ધમધમાટ

0

જૂનાગઢમાંથી ઝડપાયેલ નકલી ડીવાયએસપી વિનીત બંસીલાલ દવેને પોલીસે ૧૮ ડિસેમ્બર સુધી રિમાન્ડ ઉપર મેળવીને તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવરની નોકરી કરતા વિનીત દવેને શહેરમાંથી ક્રાઈમ બ્રાન્ચે ડીવાયએસપીના નકલી આઈ કાર્ડ સાથે પકડી પાડયો હતો. તેમજ તેની પાસેથી ફેમિલી કોર્ટ જૂનાગઢનો આઈકાર્ડ, પ્રિન્સપલ સિવિલ જજ જૂનાગઢના નામનું આઈ કાર્ડ વગેરે મળી આવતા તેના વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એ ડિવિઝનના તપાસનીશ પીઆઈ વી. જે. સાવજે આ ઇસમને કોર્ટમાં રજુ કરી ૧૮ ડિસેમ્બર સોમવાર સુધી રિમાન્ડ પર મેળવીને તપાસ હાથ ધરતા આ શખ્સના બેન્ક ખાતા મળી આવતા તાત્કાલિક અસરથી ૭ બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પીઆઈ વત્સલ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં વિનિત દવેએ નોકરી આપવવાના બહાને સૌરાષ્ટ્રના ૧૭ લોકો પાસેથી રૂપિયા ૨.૧૧ કરોડ પડાવ્યા હોવાનું ખુલ્યું છે. જેથી આ ઈસમની છેતરપિંડી, વિશ્વાસઘાતનો વધુ કોઈ વ્યક્તિ ભોગ બની છે કે કેમ ?, આ સમગ્ર કાંડમાં આરોપીને કોઈએ મદદગારી કરી છે કે કેમ? તેમજ આરોપી પાસેથી મળેલા બનાવટી આઈ કાર્ડ અંગે ઉપરાંત અન્ય મુદે પણ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!