શ્રી કૃષ્ણના અંતિમ સ્થાન દેહોત્સર્ગ તીર્થમાં ગીતા જયંતીની ભક્તિપૂર્વક ઉજવણી

0

ગીતા પૂજન ગીતાજીના પાઠ અને શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન કરાયું

પ્રભાસ તીર્થનું ગોલોકધામ જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવલીલાને વિરામ આપી નિજધામ પ્રસ્થાન કર્યું એ પાવન ભૂમીમા આવેલ ગીતા મંદિર ખાતે ગીતાજયંતીની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર સાહેબ દ્વારા ગીતાજીના ગ્રંથના વિશેષ ભાવથી પૂજન-આરતી, કરવામાં આવેલ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સોમનાથ સંસ્કૃત પાઠશાળાનાં ઋષિકુમારો દ્વારા ગીતા મંદિરમાં શ્રીકૃષ્ણ દ્વારા પ્રબોધક કરાયેલ અને વિશ્વના ચલઅચલના જ્ઞાન સાગર સમાન ગીતાજીના પાઠ કરવામાં આવેલ હતા. ગીતામંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાન ધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મના આધાર રૂપે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. આ પાવન પ્રસંગે ટ્રસ્ટી દ્વારા ગોલોકધામ તીર્થના કેન્દ્રમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું ભવપૂર્વક પૂજન કરી અભિષેક કરવામાં આવેલ. જેનો મોટી માત્રામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો તેમજ આવનાર દરેક ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતું.

error: Content is protected !!