જૂનાગઢ તાલુકાના બગડુ ગામે રૂા.૬.ર૯ લાખની ઘરફોડ ચોરી

0

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે બંધ મકાનમાંથી ઘરફોડ ચોરીનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બગડુ ગામે આંબાવાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડાર પટેલ(ઉ.વ.પ૦)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના અજાણ્યા ચોર ઈસમએ તા.રપ-૧ર-ર૩ ક.૦૮/૧પથી ક.૧ર/૩૦ના વાગ્યા દિવસ દરમ્યાન કોઈ પણ સમયે ફરિયાદીના બંધ મકાનમાં પ્રવેશ કરી ફરિયાદીના ઘરમાંના કબાટના નકુચા લોક તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કુલ કિં.રૂા.પ,૦૪,૦૦૦ના તથા રોકડા રૂા.૧,રપ,૦૦૦ મળી કુલ કિ.રૂા.૬,ર૯,૦૦૦ના માલ મત્તાની અજાણ્યા ચોર ઈસમએ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!