જૂનાગઢમાં ૧૩.૬ અને ગિરનાર ઉપર ૮.૬ ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડી

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ચડઉતર થઈ રહ્યો છે અને જેને લઈને ઠંડીની તીવ્રતા વધી છે. આજે મંગળવારે જૂનાગઢ શહેરનું મહતમ તાપમાન ૧પ.૮ ડિગ્રી જયારે લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી છે. ભેજ ૭૯ ટકા અને પવનની ગતિ ર.૪ છે. જયારે ગિરનાર પર્વત ઉપર આજે ૮.૬ ડિગ્રી તાપમાનને કારણે ઠંડીની તીવ્રતા વધી છે. જેને લઈને અહી આવેલા પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. ગઈકાલે સોમવારે સોરઠમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો નીચે ઉતરીને ૮.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે પર્વતીય વિસ્તાર તીવ્ર ઠંડીની લપેટમાં આવી ગયો હતો. ગિરનાર ઉપર ઠંડી વધતા નાતાલની ઉજવણી માટે આવેલા પ્રવાસીઓ સહિતના યાત્રાળુઓ ઠુઠવાઈ ગયા હતા. રવિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી રહ્યા પછી સોમવારે સવારે તાપમાન ૧.૧ ડિગ્રી ઘટીને ૧૩.૯ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહેતા ધુમ્મસ પણ છવાઈ ગયું હતું. જેને લઈને ગુલાબી ઠંડી વધુ અનુભવાઈ હતી. બીજી તરફ બપોરનું મહતમ તાપમાન વધીને ૩૨.૪ ડિગ્રી થઈ ગયું હતું અને વાતાવરણમાં ભેજ ઘટીને ૨૭ ટકા થઈ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

error: Content is protected !!