જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયની જયંતિની ભાવભેર ઉજવણી

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂ દત્તાત્રેય જયંતિની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય મંદિર ખાતે આજે હજારો ભાવિકો ઉમટી પડયા છે તેમજ દત્તાત્રેય જયંતિ નિમિતે વિશેષ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આજે ભવનાથ વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ ભગવાન ગુરૂ દત્તાત્રેય જયંતિની અનેક વિધ કાર્યક્રમો દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!