માંગનાથ વિસ્તારમં ગટર બનાવવાના પ્રશ્ને આજે વેપારીઓ દ્વારા કમિશનર કચેરીએ આવેદન આપી રામધુન બોલાવશે

0

નવાબીકાળની ગટર સારી છે તેમ છતાં નવી ગટર બનાવવા બાબતે વેપારીઓમાં ભારે વિરોધ

જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં ગટર સારી હોવા છતાં બીજી બનાવવાની કામગીરી શરૂ કરવા મનપા તંત્રએ કાર્યવાહી કરતા તેનો વેપારીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહી આજે મંગળવારે માંગનાથ રોડ, હવેલી ગલી, પંચહાટડી સહિતના વિસ્તારોના મનપા કચેરીએ જશે અને કમિશનર રાજેશ તન્નાને મળી આ કામગીરી અટકાવવાની રજુઆત કરશે અને જ્યાં સુધી ગટરનું કામ બંધ નહી થાય ત્યાં સુધી રામધુન બોલાવવામાં આવશે તેમ જાણવા મળે છે. જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર હાલ નવી ગટર માટે ખોદકામ શરૂ કરાતા સ્થાનિક લોકો, વેપારીઓ અને કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ ગટરનું કામ મોકૂફ રાખવા માટે વેપારી એસોસિએશન અને કોર્પોરેટર દ્વારા લેખીતમાં જાણ કરવામાં આવી હોવા છતાં મનપા ધરાર વિકાસ કરવા માંગે છે ! જેથી લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ અંગે ભાજપના કોર્પોરેટર હિતેન ગાંધીએ જણાવ્યું હતું કે,માંગનાથ રોડ ઉપર જૂની નવાબી સમયની મસમોટી ગટર છે, જેથી હવે નવી ગટરની જરૂર નથી.માત્ર આ ગટરની સાફ સફાઇ કરે તો પણ ચાલે તેમ છે. તેમ છતાં મનપા દ્વારા થોડા દિવસ પહેલા ગટરનું કામ ચાલુ કરાયું હતું. ત્યારે કાળવા ચોકથી રોડ તોડ્યો હતો પણ વેપારીઓએ વિરોધ કર્યો હતો. બાદમાં સમજાવટ થતા વેપારીઓએ હનુમાન મંદિર સુધી તોડવાની હા પાડી હતી. જાેકે, તેમ છતાં મનપા દ્વારા હનુમાન મંદિરથી આગળ વધીને એક ખાનગી સ્કૂલ સુધી ફરી ખોદકામ શરૂ કરાયું છેે. આમ, મનપાએ અગાઉ આપેલું વચન તોડી વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરીને કામગીરી શરૂ કરી છે. પરિણામે સ્થાનિક લોકો, વેપારીઓમાં મનપા પ્રત્યે ભારે રોષ છે. દરમ્યાન આ મામલે માંગનાથ રોડ, હવેલી ગલી, પંચ હાટડી સહિતના વિસ્તારના અંદાજે ૧,૦૦૦થી વધુ વેપારીઓ મંગળવારે મનપામાં જશે અને કમિશ્નર રાજેશ તન્નાને મળી કામગીરી અટકાવવા રજૂઆત કરશે. એટલું જ નહિ જ્યાં સુધી ગટરનું કામ બંધ નહિ થાય ત્યાં સુધી રામધૂન બોલાવશે. વિશેષમાં માંગનાથ રોડ ઉપર નવી ભુગર્ભ ગટરનું કામ શરૂ કરાતા વેપારીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. વેપારી એસોસિએશનનાં પ્રમુખ ભુપેન્દ્રભાઇ તન્નાએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે રોડ ખોદાશે તો ૧,૦૦૦થી વધુ વેપારીઓના ધંધા રોજગારને અસર થશે. આગ લાગવા જેવા સમયે ફાયરના વાહનો પણ આવી શકશે નહિ. તાજેતરમાં જ એક શોરૂમમાં આગ લાગી હતી ત્યારે રસ્તો ખોદેલો હોય ફાયરના વાહનોને પહોંચવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. જેના કારણે આગથી મોટી નુકસાની થઇ છે. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકશે નહિ.આજુબાજુમાં સ્કૂલ છે. સ્કૂલ વાહનો પણ આવી શકશે નહિ. જેથી જ્યાં સુધી ગટરનું કામ ચાલશે ત્યાં સુધી બાળકો પણ હેરાન પરેશાન થશે. આ અંગે કોર્પોરેટર હિતેન ઉદાણીએ જણાવ્યું હતું કે, ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધી ૪ વર્ષ પહેલા જ ગટર બનાવી છે. દાણાપીઠ, હેઠાળ ફળીયા સહિતના વિસ્તારોનું પાણી ભૂગર્ભ ગટરમાં જઇ શકે તેમ છે. માત્ર કનેકશન દેવાના બાકી છે. કનેકશન જાેઇન્ટ કરવા ૮થી ૧૦ વખત મનપામાં રજૂઆત કરી છે. છતાં કનેકશન આપવાને બદલે મનપા શા માટે રોડ ખોદીને નવી ગટર બનાવવા ઇશ્છે તે સમજાતું નથી. વધુમાં ક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશનનાં પ્રમુખ ભૂપેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, ૧૯૮૩માં ૨૪ કલાકમાં ૧૦૦ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છતાં ગટરો ઉભરાઇ નથી.માંગનાથ રોડ, આઝાદ ચોક,માલીવાડા રોડ, હવેલી ગલી, નાગર રોડથી લઇને કાળવા ચોક સુધીના વિસ્તારમાં જે દુકાનો છે તેમના વેપારીને ગટરની કોઇ સમસ્યા જ નથી. માટે ભૂગર્ભ ગટરનું કામ હાલ પુરતું મોકૂફ રાખવા મનપામાં ૨૧ ડિસેમ્બરે જ અરજી કરી છે. વેપારીઓને નવી ગટર નથી જાેઇતી નથી છતાં મનપા શા માટે ધરારથી નવી ગટર આપવા માંગે છે તે સમજાતું નથી તેવો પ્રશ્ન ચર્ચાને સ્થાને છે.

error: Content is protected !!