જૂનાગઢ શહેરના વણઝારી ચોક નવા નાગરવાડામાં આવેલ કુંભ એપાર્ટમેન્ટમાં રહેતા તેજલબેન દિપેશભાઈ ઝિંઝુવાડીયાને વાળ પકડી અને તેણીને બચાવવા વચ્ચે આવેલ તેની નાની બહેન દેવલબેન પ્રવીણભાઈ કાચાને તેજલબેનના જેઠાણી હેમાલીબેન તથા જેઠ દિવ્યેશભાઈ ઉર્ફે કાનો નરોત્તમભાઈ ઝિંઝુવાડીયા સહિત પાંચ ઇસમોએ માર માર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં થયો હતી. આ ફરિયાદની સામે ગુરૂવારે હેમાલીબેન દિવ્યેશભાઈ ઝિંઝુવાડીયાએ દિયર દિપેશભાઈ નરોતમભાઈ ઝિંઝુવાડીયા, દેરાણી તેજલબેન અને તેની બહેન દેવલ કાચા વિરૂદ્ધ વળતી ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, બીમાર સાસુની ખબર કાઢવા માટે દીપેશભાઈના ઘરે ગયા હતાર અને સાસુને સારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા સમજાવતા ત્રણેયએ ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢી હતી. આ દરમ્યાન વિજયભાઈ, નિમિષાબેન અને માધુરીબેને સમજાવવાનો પ્રયાસ કરતા પતિ દિવ્યેશભાઈને માર મારી ઝપાઝપી કરી હતી પણ દેવલ કાચાએ હિમાલીબેનને હોઠ ઉપર છરીથી છરકો કરી અને દીપેશભાઈએ છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.