જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૧૦ એએઅઆઈને પીએસઆઈની બઢતી સાથે નિમણુંક અપાઈ

0

ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લામાં ફરજ બજાવતા અને પોલીસ સબ ઈન્સ્પેકટર માટેની ખાતાકીય પરીક્ષાઓ પાસ કરી અને નવા પોસ્ટીંગની રાહ જાેઈને બેઠેલા નવનિયુકત પીએસઆઈઓને નિમણુંક આપવાનો ઓર્ડર ગઈકાલે જારી કરવામાં આવેલ છે. ગઈકાલે ઉચ્ચ કક્ષાએથી આદેશ જારી થતા રાજયના અલગ-અલગ જીલ્લાના પ૩ર પીએસઆઈને પોસ્ટીંગના ઓર્ડરો અપાયા છે. જેમાં જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૧૦ એએસઆઈને બઢતી સાથે નિમણુંક આપવામાં આવી છે. જેમાં દેવરે સંજયભાઈ મધુકરભાઈની ગીર સોમનાથ, ગઢવી સંજયકુમાર હિંમતદાનની રાજકોટ ગ્રામ્ય, ડવ મહેશભાઈ રામભાઈની ગીર સોમનાથ, હુદળ ગીતાબા જેઠસુરભાઈ, જાેરા જયાબેન કાળાભાઈ, વડારિયા શોભનાબેન દેવાભાઈની ગીર સોમનાથ, ડાંગર ધાનબાઈ દેવાભાઈ, રાઠોડ રેખાબેન વજુભાઈ, મુસાર નરેન્દ્રકુમાર સુદાભાઈની અમરેલી અને ચુડાસમા રસિકબા રાજમલને પીએસઆઇની બઢતી આપી પોરબંદર જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ૧૬ એએસઆઇ જેમાં અમરેલીના સોલંકી યોગેન્દ્રભાઈ નાથાભાઈ, પોરબંદરના અનિલ કુમાર હરજીવનદાસ માધવાચાર્ય, રાજશીજી નાથાજી ઓડેદરા, પરબત મારખીભાઈ ગોરફાડ, કચ્છ ભુજથી સોનારત હિતેન્દ્રભાઈ કાનજીભાઈ, ચૌહાણ હિંમતકુમાર ભીખાલાલ, રાજકોટ ગ્રામ્યના પરમાર અરવિંદકુમાર અરજણભાઈ બાલાસરા, પ્રભાતભાઈ રાયધનભાઈ, ગીર સોમનાથ જિલ્લાના પરમાર હિંમત દેવેન્દ્રભાઈ, રાજકોટ શહેરના ઝાલા પ્રવીણસિંહ કનુભા, માઢક જાેસનાબેન જસ્મીનકુમાર, સોલંકી પારૂલબેન જગદીશભાઈ, રાજકોટ ગ્રામ્યના ભંડેરી ધર્મિષ્ઠાબેન અશ્વિનકુમાર, લખધિર વર્ષાબેન લાભુભાઈ, સાંગાણી સુરજબાળા અમૃતલાલ, વાઘેલા પ્રવીણ જીવણભાઈને પીએસઆઇની બઢતી આપીને નિમણૂક આપવામાં આવી છે.

error: Content is protected !!