જૂનાગઢ મનપા વિસ્તારના સાબલપુરમાં તંત્ર દ્વારા અનધિકૃત બાંધકામ તોડી પડાયું

0

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સાબલપુર ગામના સર્વે નં.૧૪ની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે અલગ અલગ આસામીઓ દ્વારા જમીનનું અનધિકૃત કબજાે કરી દબાણ કરેલ હોવાનું માલુમ પડતાં મામલતદાર જૂનાગઢ શહેર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ હેઠળ દબાણ કેસો ચલાવી તા.૪-૧૨-૨૩ના રોજ સર્વે નં.૧૪ની સરકારી જમીન ઉપર અનધિકૃત દબાણ કરેલ હોવાનું સાબિત થતા કુલ-૪ આસામી પાસેથી રૂા.૨૫૦ દંડની રકમ વસૂલ લેવા તથા દિન – ૨૦ માં દબાણ ખુલ્લું કરવા હુકમ કર્યો હતો. જે નિયત સમય મર્યાદા બાદ પણ કુલ -૪ અલગ અલગ દબાણકર્તાએ દબાણ દૂર ન કરતા આજ તા.૨૮-૧૨-૨૩ના રોજ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની સૂચનાથી અને પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સીટી મામલતદાર દ્વારા આર એન્ડ બીના સ્ટાફ, જેસીબી, ટ્રેક્ટર તેમજ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત લઈને જમીન ઉપર કરવામાં આવેલ કોમર્શિયલ હેતુ માટેનું બાંધકામ તોડી દબાણ દૂર કરાવી જમીન ખુલ્લી કરાવેલ છે.

error: Content is protected !!