જૂનાગઢમાં રૂા.૧ર હજારના મોબાઈલની ચોરી

0

જૂનાગઢમાં મોબાઈલ ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ચોબારી રોડ ઉપર બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી બાસીદભાઈ બશીરભાઈ મલેક(ઉ.વ.ર૮) (રહે.કલેકટર કચેરી પાછળ, ખારાવાડ, ખ્વાઝા મહારાજા એપાર્ટમેન્ટની બાજુમાં, બાગી હસનેન એપાર્ટમેન્ટ, બ્લોક નં-ર૦૩)એ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીના પત્ની મુશ્કાનબેન ચોબારી રોડ ઉપર મંગળવારી બજારમાં ખરીદી કરવા ગયેલ તે દરમ્યાન તેમના પર્સમાંથી કોઈ અજાણ્યો ઈસમ એમઆઈ કંપનીનો પોકો એમ.૬ પ્રો. મોબાઈલ ફોન કાળા કલરનો જેમાં એરટેલ કંપનીનું સીમ કાર્ડ હતું જેની આશરે કિંમત રૂા.૧ર હજારનો મોબાઈલ ફોન અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ એક મોબાઈલની ચોરી
જૂનાગઢના ભવનાથમાં ગિરનાર સીડીથી લંબે હનુમાન મંદિર સુધીમાં વધુ એક મોબાઈલ ચોરાયાની ફરિયાદ થઈ છે. રસીકભાઈ પરષોતમભાઈ કોડીનારીયા(ઉ.વ.૪૪) રહે.જામનગરવાળાએ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ભવનાથ ખાતે ગિરનાર સીડીથી લંબે હનુમાન મંદિર સુધીમાં અજાણ્યો ઈસમ ફરિયાદનો સેમસંગ કંપનીનો ગેલેકસી મોડલનો રૂા.૧૦,૯૯૯ની કિંમતનો મોબાઈલ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!