જૂનાગઢ જિલ્લાના યુવા અને ઉત્સાહી સાંસદ રાજેશભાઈ ચુડાસમાની તા.૨-૧-૨૦૨૩ની રજુઆત મંત્રી કુંવરજીભાઈ બાવળીયા લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી કે, ચોરવાડ ખાતે આવેલ મેઘલ ભરતી નિયંત્રણ યોજનાના બંધારાના રીપેરીંગ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નને અગ્રતા ક્રમ આપી તાત્કાલીક ચાલુ વર્ષ દરમ્યાન રૂા.૧૨,૯૧,૦૦,૦૦૦(બાર કરોડ એકાણું લાખ) જેવી માતબર રકમ મંજુર કરવાનું ઠરાવેલ છે. આ અનુસંધાને મેઘલ ભરતી નિયંત્રણ યોજનાના રીપેરીંગ ઓફ એપ્રોન એન્ડ સ્ટ્રેન્થનીંગ ઓફ સ્પીલવે ઓફ મેઘલ ટી.આર. યોજનાનો વડોદરા ડોડીયા સાઈડનો બંધારો રીપેરીંગ કરવા પ્લાન એસ્ટીમેન્ટ બનાવી તાજેતરમાં આ કામનું ટેન્ડર મંજુર કરાવેલ છે. આ વિસ્તારના ચોરવાડ, વિસણવેલ, કાણેક, સીમાર, સુખપુર, કિંદરવા તેમજ ખાસ કરીને વડોદરા ડોડીયાના ગામડાઓના ખેડુતોને સિંચાઈના મીઠા પાણીનો લાભ મળશે. મેઘલ ભરતી નિયંત્રણ યોજનાના રીપેરીંગ ઓફ એપ્રોન એન્ડ સ્ટ્રેન્થનીંગ ઓફ સ્પીલવે કામ થવાથી પાણીનો મોટા પાયે સંગ્રહ થશે. જેનો લાભ આ વિસ્તારના ખેડૂતોને મળશે. ઉપરોકત બંધારાના રીપેરીંગ થતાના સમાચાર મળતા આમ જનતાએ તેમજ સ્થાનિક કક્ષાના આગેવાનો, પદાધિકારીઓએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને અભિનંદન તેમજ હૃદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ હતો.