જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સન્માન સમારોહ યોજાયો

0

એસટી જૂનાગઢ વિભાગ દ્વારા તેમજ માન્ય સંગઠનોની સંકલન સમિતિના આગેવાનો દ્વારા એસટી નિગમમાંથી નિવૃત્ત થયેલ મુખ્ય કામદાર અધિકારી અમદાવાદ નાયક નિવૃત થતા તેમજ ૩૧માં વાર્ષિક રમોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં નિવૃત્ત સી.એલ.ઓ. પંડ્યા મધ્યસ્થ કચેરીના જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક શ્રીમાળી તેમજ તમામ શાખા અધિકારી તથા ડેપો મેનેજર તથા વેલ્ફેર કમિટીના સભ્યો ઉપસ્થિત રહેલ હતા. સફળતાપૂર્વક કાર્યકમનું આયોજન કરનાર ટીમ તથા જૂનાગઢના તમામ અધિકારી સુપરવાઇઝર તથા કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

error: Content is protected !!