જૂનાગઢમાં નેચરલ સ્પામાં પરપ્રાંતીય મહિલા મજુર રાખી જાહેરનામાના ભંગ અંગે ફરિયાદ

0

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા નેચરલ સ્પામાં પરપ્રાંતીય મહિલા મજુર રાખી અને જીલ્લા મેજી.ના જૂનાગઢના જાહેરનામાન્માં જણાવ્યા મુજબ મજુરો બાબતોનું રજીસ્ટર ન નિભાવી અને સંબંધીત પોલીસ સ્ટેશનને જાણ ન કરી જાહેરનામાના ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર એસઓજીના એએસઆઈ જીતેન્દ્રસીંગ અભેસીંગએ આ કામના આરોપી બંસીચંદ્ર પ્રવિણભાઈ કુંભાણી(ઉ.વ.૩૪) રહે.નવા બસ સ્ટેશન પાછળ, મેંદરડા વાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીેસે આરોપી વિરૂધ્ધ કલમ ૧૮૮ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!